///

હાર્દિકને કાયદાકીય ગૂંચવણ ઉભી થતા પાસ ટીમ સક્રિય જાણો પાસની આગામી રણનીતિ !!

હાર્દિક પટેલની કાયદાકીય મુશ્કેલીઓનું ગૂંચવણ વધી રહ્યું છે. હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી ભૂર્ગભમાં છે. જયારે હાર્દિકનાં સર્મથનમાં પહેલા પાસ ટીમ અને સમગ્ર પાટીદાર સમાજ આવી ગયો છે. પાસ ટીમ હાર્દિકના વ્હારે આવીને અને આંદોલન સમયે થયેલા પાટીદાર યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવાની માંગ સાથે ગુજરાતભરમાં સોમવારે આવેદનપત્ર આપશે પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાસની ટીમ છેલ્લા કેટલાક સમયથી પાટીદાર યુવાનો પર થયેલા આંદોલન સમયનાં કેસો પાછા ખેંચવા સરકાર સમક્ષ માંગ કરી રહી છે. જેતે સમયે અનામત આંદોલન ચાલી રહ્યુ હતું. ત્યારે સરકારે પાટીદાર સમાજને પાટીદાર યુવાનોના કેસ પાછા ખેંચી લઇશું તેવું જણાવી બાંયધરી આપી હતી. પક્ષપલટુની જેમ સરકાર ફરી ગઇ છે. અને પોતાની વાતને અમલમાં મુકી નથી. કેસ પાછા ખેંચવાનું હજી સુધી કોઇ નક્કર પરિણામ આવ્યુ નથી કે પછી સરકારે કેસ પાછા ખેંચયા નથી જેને લઇને પાટીદાર સમાજ રોષે ભરાયુ છે.

પાટીદાર યુવાનોનાં કેસ પાછા ખેંચવા સરકાર કોઇ નિવેડો લાવયું નથી. ગુજરાત પાસની સમગ્ર ટીમ ગુજરાત રાજયમાં આવેદનપત્ર આપશે. હાર્દિકને હાઇકોર્ટમાંથી જામીન મળ્યા નહતાં. જેથી હાર્દિકે જામીન માટે સુપ્રિમના દ્વાર ખખડાવયા હતાં. સુપ્રિમ કોર્ટમાં જામીન માટેની અરજી કરી હતી. પાટીદાર સમાજના કેટલાક યુવકો પર આંદોલન સમયે કેસ કર્યો હતો. આ કેસ પરત કરવા અને હાર્દિકને જામીન આપવાની માંગ સાથે સમગ્ર પાટીદાર સમાજ રસ્તા પર ફરી લડત લડવા આવી ઉતરશે. પાસની ટીમ ગાંધી ચિંધ્યા માર્ગે કાયદાકીય રીતે સમગ્ર ગુજરાતમાં આવેદન પત્ર આપી પોતાની માંગ રજુ કરશે. પાટીદાર અનામત આંદોલન સમિતિની ટીમ હાર્દિક પટેલની મુશ્કેલીઓ તેમજ આંદોલન દરમિયાન નિર્દોષ પાટીદાર યુવકો પર થયેલા કેસો પરત ખેંચવા માટે સોમવારે ગુજરાતમાં તાલુકા જિલ્લા મથકે આવેદનપત્ર આપી પોતાની માંગ રજુ કરશે.

Leave a Reply

Your email address will not be published.