/

કોવિશીલ્ડ અને કોવેક્સિનનું કરાયું કૉકટેલ, ICMRની શોધમાં આવ્યું ચોંકાવનારું પરિણામ

corona vaccine
india

વિદેશોની જેમ ભારતમાં પણ અલગ-અલગ વેક્સિનોને લઇને શોધ ચાલી રહી છે. દેશમાં પણ કોરોના વેક્સિન કૉકટેલને લઇને સતત સ્ટડી થઇ રહી છે. આ વચ્ચે આઈસીએમઆરની શોધમાં ભારતીય વેક્સિનોના મિક્સિંગના સકારાત્મક પરિણામ મળ્યા છે. એટલે કે કોરોના વિરૂદ્ધ લડાઇમાં ભારતને નવી સફળતા મળતી જણાઇ રહી છે. જોકે કોવેક્સિન અને કોવિશીલ્ડ રસીના મિક્સ ડોઝ પર થયેલી સ્ટડીના પરિણામ શાનદાર રહ્યા છે.

રિસર્ચમાં આ બન્ને વેક્સિન મિક્સ કરવાથી આ ન માત્ર વાયરસ વિરૂદ્ધ સુરક્ષિત છે પરંતુ આનાથી સારી ઈમ્યુનિટી પણ મળી આવી.

ICMRની શોધ
એક સૂત્રએ જણાવ્યું હતું કે, વિષય વિશેષજ્ઞ સમિતિ(SEC)ની સાથે મંથન બાદ વેલ્લોરના સીએમસીના ચોથા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ કરવાની મંજૂરૂ આપવાની અપીલ કરવામાં આવી હતી જેમાં કોવિડ 19 રસી, કોવેક્સિન અને કોવિશીલ્ડના મિશ્રણ પર અધ્યયન કરવા માટે 300 સ્વસ્થ વોલન્ટિયર્સ સામેલ કરવામાં આવ્યા હતા.

એક્સપર્ટ કમિટીએ બાયોલોજિકલ-ઈ દ્વારા પાંચથી 17 વર્ષની ઉંમરના લોકો પર પોતાના કોવિડ-19 વેક્સિનના બીજા/ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ કરવા માટે આપવામાં આવેલા આવેદન પર પણ ચર્ચા થઇ હતી.

Leave a Reply

Your email address will not be published.