////

GOOD NEWS: ભારતમાં બની રહેલી કોવિશીલ્ડ 90 % અસરદાર થઈ સાબિત

દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે હવે કોરોના વેક્સિનને લઇને સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં અમેરિકામાં 11 ડિસેમ્બરથી વેક્સિનેશન શરૂ થઇ જશે. તો બીજી તરફ બ્રિટન, જર્મનીમાં પણ ડિસેમ્બરથી રસી આપવાનું શરૂ કરવામાં આવશે. તો વેક્સિનના પરીક્ષણમાં ઓક્સફોર્ડ/એસ્ટ્રાજેનેકા વેક્સીન (કોવિશીલ્ડ) 90 % સુધી અસરદાર સાબિત થઇ છે.

આ અંગે દેશના સ્વાસ્થ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધને જણાવ્યું કે, ભારતમાં વેક્સીન આવતા વર્ષની શરૂઆતના ત્રણ મહિનામાં મળવાની આશા છે. સપ્ટેમ્બર 2021 સુધી 25-30 કરોડ ભારતીયોને રસી આપવામાં આવી શકે છે. સૌથી પહેલા હેલ્થ વર્કસને વેક્સિન આપવામાં આવશે.

તો સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ, દેશમાં હાલ 5 વેક્સિન પોતાની પ્રોસેસના અંતિમ ચરણમાં છે. તેમાંથી બે વેક્સિન ફેબ્રુઆરી 2021 સુધીમાં ઉપલબ્ધ થવાની શક્યતા છે. આ દરમિયાન ભારતમાં બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી- AstraZenecaની સાથે મળી કોરોના વેક્સિન પર કામ કરી રહેલી સીરમ ઇન્સ્ટિટ્યૂટએ જણાવ્યું કે, AZD1222 કોરોના વાયરસથી બચાવમાં 90 ટકા અસરદાર રહી છે.

યૂકે અને બ્રાઝીલમાં કરવામાં આવેલા પરીક્ષણોમાં વેક્સિન AZD1222 ઘણી અસરદાર રહી છે. અડધા ડોઝમાં આપવામાં આવેલી આ વેક્સિન 90 ટકા સુધી અસરદાર જોવા મળી છે. ત્યારબાદ બીજા મહિનામાં ફુલ ડોઝ આપવામાં આવતા 62 ટકા અસરદાર જોવા મળી. તેના એક મહિના બાદ ફરીથી બે ફુલ ડોઝમાં વેક્સિનની અસર 70 ટકા જોવા મળી. આ વેક્સિન પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા બનાવી રહી છે. ભારતમાં આ વેક્સિન ‘કોવિશીલ્ડ’ નામથી ઉપલબ્ધ થશે.

તો બીજી બાજુ ફાઇજર અને બાયોએનટેકની વેક્સિનને આ અઠવાડિયે જ મંજૂરી મળી શકે છે. જો આવું થાય છે તો ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં અહી વેક્સિનેશન શરૂ થઇ શકે છે. ફાઇજર અને બાયોએનટેકે અમેરિકા અને યૂરોપીય દેશો સબંધિત સંસ્થાઓને વેક્સિનેશન માટે મંજૂરી માંગી છે. બન્ને કંપનીઓએ દાવો કર્યો હતો કે, તેમની વેક્સીન ટ્રાયલ્સ દરમિયાન 95% ઇફેક્ટિવ રહ્યો અને તેની કોઇ સાઇડ ઇફેક્ટ જોવા નથી મળી.

Leave a Reply

Your email address will not be published.