////

કોવિશીલ્ડ વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત અને ઈમ્યુનોજેનિક છે : SIIની સ્પષ્ટતા

કોરોના વાઈરસની વેક્સિન બનાવનારી પૂણે ખાતે આવેલી કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાએ સ્પષ્ટતા કરી છે. જેમાં તેમણે પોતાની કોરોના વેક્સિન કોવિશીલ્ડ સંપૂર્ણ રીતે સુરક્ષિત અને ઈમ્યુનોજેનિક છે.

નોંધનીય છે કે, કોરોના વેક્સિન કોવિશીલ્ડના ટ્રાયલમાં સામેલ એક વ્યક્તિએ સીરમ ઈન્સ્ટીટ્યૂટ પર આરોપ લગાવ્યો હતો કે, તેમની વેક્સિનના કારણે તેના સ્વાસ્થ્ય પર માઠી અસર થઈ છે. કોવિશીલ્ડ વેક્સિનની આડઅસરથી તેમને ન્યૂરોલૉજિકલ સમસ્યાનો સામનો કરવો પડ્યો. જો કે રવિવારે સીરમ ઈન્સ્ટીટ્યૂટે વૉલેન્ટિયરના તમામ આરોપોને ફગાવી દીધા હતા.

આ અંગે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાનું કહેવું છે કે, કોવિશીલ્ડ સંપૂર્ણ સુરક્ષિત અને ઈમ્યુનોજેનિક છે. વેક્સિનના કારણે ચેન્નઈના વૉલેન્ટિયરને કોઈ આડઅસર નથી થઈ. ટ્રાયલમાં તમામ માપદંડો અને ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવ્યું છે. પ્રિન્સિપલ ઈન્વેસ્ટિગેટર, DSMB અને એથિક્સ કમિટીએ કહ્યું કે, વેક્સિનના ટ્રાયલનું વૉલેન્ટિયરના સ્વાસ્થ્ય સાથે કોઈ સબંધ નથી. કંપનીની પ્રતિષ્ઠાને બચાવવા માટે કાયદેસરની નોટિસ મોકલવામાં આવી. જેને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાએ કોવિડ-19ની સંભાવિત વેક્સિનના ટ્રાયલમાં સામેલ એક વ્યક્તિના આરોપોને રવિવારે ફગાવી દીધા હતા. તેમજ કંપનીએ ખોટા આરોપ લગાવવા મામલે જંગી વળતર વસૂલવાની પણ ધમકી આપી હતી.

Leave a Reply

Your email address will not be published.