PM મોદીના ગુજરાતમાં પ્રવાસનો આજે બીજો દિવસ છે, ત્યારે તેમણે પોતાના પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ સરદાર પટેલની પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરીને કર્યો. ત્યારબાદ તેઓ ડાટયરેક્ટ એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે પહોંચ્યા હતાં. PM મોદીના કાર્યક્રમને લઈને કેવડિયા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ દરમ્યાન PM મોદી રાષ્ટ્રને સંબોધન કરી રહ્યાં હતાં, ત્યારે અચાનક CRPFની મહિલા જવાન પૂજા કુજુર સહિત અન્ય 2 મહિલા જવાન મળીને કુલ 3 CRPFની મહિલા જવાનને અચાનક ચક્કર આવતા તેઓએ બેલેન્સ ગુમાવી દીધું હતું.
PM મોદીને એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે દેશની વિવિધ સુરક્ષા જવાનોએ એકતા પરેડ દરમિયાન સલામી આપી હતી. એકતા પરેડ બાદ PM મોદી રાષ્ટ્રને સંબોધન કરી રહ્યાં હતાં, તો બીજી બાજુ એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરક્ષા જવાનો PM મોદીના સંબોધનને અદબ સાથે ઉભા રહી સાંભળી રહ્યાં હતાં.
આ દરમિયાન અચાનક CRPFની મહિલા જવાન પૂજા કુજુર સહિત અન્ય 2 અન્ય મહિલા જવાન એમ કુલ 3 CRPFની મહિલા જવાનને અચાનક ચક્કર આવતા તેઓએ બેલેન્સ ગુમાવ્યું હતું. જો કે નજીકમાં જ ફરજ પર હાજર અન્ય જવાનોએ આ મહિલાને સંભાળી લીધી હતી. બીજી બાજુ ત્યાં હાજર આરોગ્યકર્મીઓએ એમને તુરંત નજીકના ટેન્ટમાં લઈ જઈ સારવાર શરૂ કરી દીધી હતી. જો કે, ત્યાંના હાજર તબીબોએ જણાવ્યું હતું કે, જો સવારે ચ્હા-નાસ્તો ન કર્યો હોય તો આવી ઘટના બનવાની શકયતા હતી.