ભાજપ પ્રમુખ સી આર પાટીલે 8 બેઠકો પર ભવ્ય જીત મેળવવાનો દાવો કર્યો હતો. આ તમામ ઉમેદવારોમાં સૌથી વધુ લીડ મેળવવાની લડાઈ છે. જેમાં તમામ બેઠકો પર હું ફર્યો છું અને વાતાવરણ ભાજપ તરફી છે. જે તે સમયે પૂર્વ ધારાસભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે. ધારાસભ્ય પદ છોડીને ફરી વાર પ્રજાનો મત લેવા જઈ રહ્યા છે. ભાજપના કાર્યકરો સંનિષ્ઠ છે અને પક્ષ પ્રત્યે વફાદાર છે.
ભાજપમાં કોઈ આંતરિક વિખવાદ નથી બધા એક સાથે છે. આ ચૂંટણીમાં કોંગ્રેસને હાર દેખાઈ રહી છે એટલે મારા પર વ્યક્તિગત આરોપ લગાવી રહી છે. મારા પર કોઈપણ ક્રિમિનલ કેસ નથી અને લોકોએ મને ચૂંટયો છે. લોકો કોંગ્રેસની આવી વાતોમાં આવે નહીં. લોકોનું સમર્થન ભાજપને છે અને ભાજપ સાથે છે. રમણ પાટકરના નિવેદનને તોડીને જોવામાં આવી રહ્યું છે. ભાજપ સરકાર લોકોના વિકાસના કામ કરે છે અને બધાને સાથે લઈને ચાલે છે.
વધુમાં તેમણે કહ્યું કે, મારી અને મુખ્યમંત્રી વચ્ચે કોઈ જ વિખવાદ નથી. એ સરકાર ચલાવે છે અને હું પક્ષ ચલાવું છું. બંને સાથે મળીને કામ કરીએ છીએ. સંગઠન પણ ઝડપથી જ જાહેર થશે. બધા સમાજ અને વર્ગને પ્રતિનિધિત્વ આપીશું.