///

હિન્દૂ સંગઠનોનું સપનું સાકાર અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટની રચના , જાણો કોણ-કોણ છે સામેલ

વર્ષોથી ચાલતા વિવાદનો સુખદ અંત આવી રહ્યો છે અયોધ્યામાં હવે રામ મંદિરના નિર્માણની તૈયારીઓ શરુ થઇ ગઈ છે અને મંદિર બનાવવા માટે ટ્રસ્ટની રચના પણ કરી દેવામાં આવી છે ટ્રસ્ટમાં કુલ 15 સભ્યો રહેશે. જેમાં 9 સ્થાયી અને 6 નામિત સભ્ય હશે.

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે પીએમ મોદીએ શ્રીરામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની જાહેરાત કરી હતી. આ જાહેરાતના કલાકો પછી શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. ટ્રસ્ટમાં કુલ 15 સભ્યો રહેશે. જેમાં 9 સ્થાયી અને 6 નામિત સભ્ય હશે. હિન્દુ પક્ષના વકીલ કે.પરાસરનને ટ્રસ્ટના અધ્યક્ષ બનાવ્યા છે. આ સાથે ટ્રસ્ટમાં અયોધ્યાના પૂર્વ શાહી પરિવારના રાજા વિમલેન્દ્ર પ્રતાપ મિશ્રા, અયોધ્યાના હોમિયોપેથી ડોક્ટર અનિલ મિશ્રા અને કલેક્ટરને સ્થાન આપવામાં આવ્યું છે.

વાત એવી પણ હતી કે ચાર શંકરાચાર્યનો આ ટ્રસ્ટમાં સમાવેશ કરાશે. જોકે સરકારે ટ્રસ્ટમાં એક પ્રયાગરાજના જ્યોતિષ્પીઠાધીશ્વર સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી જી મહારાજનો સમાવેશ કરાયો છે. સાથે અન્ય એક શંકરાચાર્ય છે. ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાને પણ સ્થાન આપવામાં આવ્યું છે. જોકે અખાડાના મહંત દિનેન્દ્ર દાસને ટ્રસ્ટની મિટિંગમાં વોટિંગનો અધિકાર રહેશે નહી.

કોણ હશે ટ્રસ્ટના સભ્યો

  1. કે.પરાસરન – ટ્રસ્ટના અધ્યક્ષ
  2. શંકરાચાર્ય વાસુદેવાનંદ મહારાજ – સભ્ય
  3. પરમાનંદ જી મહારાજ , હરિદ્વાર – સભ્ય
  4. સ્વામી ગોવિંદગિરી જી, પૂણે – સભ્ય
  5. વિમલેંન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા – સભ્ય
  6. ડો.અનિલ મિશ્રા, હોમિયોપેથિક, અયોધ્યા, સભ્ય
  7. ડો. કમલેશ્વર ચૌપાલ, પટના – સભ્ય
  8. મહંત ધીનેન્દ્ર દાસ નિર્મોહી અખાડા – સભ્ય
  9. ડીએમ અયોધ્યા ટ્રસ્ટના સંયોજક – સભ્ય

ટ્રસ્ટમાં 6 નામિત સભ્યો પણ હશે. જેમને બોર્ડ ઓફ ટ્રસ્ટ નામિત કરશે. મહત્વની વાત છે કે અયોધ્યામાં રામ લલ્લાનું મંદિર બને તેવી વર્ષોથી દેશવાસીઓની ઈચ્છા હતી ત્યારે હવે ટ્રસ્ટ બનતા હિન્દૂ સંગઠનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે રામ મંદિર ટ્રસ્ટમાં સમાવેશ કરવા પર સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે અયોધ્યામાં જનતાના પૈસાથી ભવ્ય રામ મંદિરનું નિર્માણ થશે. અત્યાર સુધી જનતાના ભેગા કરેલા 30 કરોડથી વધારેની રકમ મંદિર નિર્માણ માટે પત્થરો શોધવામાં ખર્ચ થયા છે. જ્યારે એક કરોડ નવ હજાર હજુ પણ રામ જન્મભૂમિ ન્યાસના ખાતામાં રકમ બચી છે.

Leave a Reply

Your email address will not be published.