////

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બોગસ તબીબની ધરપકડ કરી

રાજકોટ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બોગસ તબીબને ઝડપી લેવામાં આવ્યો હતો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલો બોગસ તબીબ માત્ર દસમું ધોરણ પાસ હોવાનું અનુમાન છે.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે તેઓએ જણાવ્યું કે, રાજકોટ શહેરના ચાંચડિયા ગામે સોમનાથ ક્લિનીક નામનું દવાખાનું ધનજી માવજીભાઇ સોરાણી નામની વ્યક્તિ ચલાતો હતો. જેની સામે કોઇ પણ જાતની તબીબી પ્રેક્ટિસ માટેની માન્યતા પ્રાપ્ત ડિગ્રી નહતી.

આ તકે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડવામાં આવતા અલગ અલગ જાતની એલોપેથી દવા તથા મેડિકલ સાધનો તેમજ રોકડ રૂપિયા મળી કુલ 1,830 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જ્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે આઇપીસીની કલમ 419 તથા મેડીકલ પ્રેક્ટીશનર એક્ટની કલમ 30 મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ હાલ આરોપીની પુછપરછ શરૂ કરી છે કે, આખરે કેટલાક સમયથી કોઇ પણ પ્રકારની ડિગ્રી વગર તે પ્રેક્ટિસ કરી રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.