/

વધુ એક રાજકીય નેતાની ગુંડાગર્દી આવી સામે

છેલ્લા કેટલાય સમયથી રાજનૈતિક નેતાઓ તેમજ કાર્યયકતાઓ કે પ્રમુખ સત્તાની આડમાં ગુનાહિત પ્રવૃતિઓ જેવી કે બળાત્કાર, ધાક-ધમકી આપવી જાહેરમાં મારામારી કે પછી ગુંડાગર્દી કરવી જેવી પ્રવૃતિઓ કરે છે. આપણે જોઇએતો છેલ્લા કેટલાક સમયથી ભાજપના પ્રમુખ કે કાર્યકતા હોવાનું રટણ કરીને ગુંડાગીરી કરી હોવાની ફરિયાદો અનેક વાર પોલીસ ચોપડે નોંધાયેલી છે. આવામાં વધુ એક ફરિયાદ સાબરમતી પોલીસમથકમાં નોંધાઇ છે. જેમાં સોસાયટીના લોકો વચ્ચે થયેલા ઝઘડામાં એક શખ્સે પોતે બીજેપી યુવા મોરચાનો પ્રમુખ હોવાની ઓળખાણ આપી આખુ રાણીપ તેના હાથમાં છે તેવું જણાવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ સમગ્ર મામલે સોસાયટીના રહિશ અને તે યુવકે બંને સામસામે ફરિયાદો નોંધાવી છે.

શહેરના ન્યુ રાણીપમાં આવેલા શુકન સ્માઇલ સિટીમાં રહેતા વિનોદ પંચાલે ૩ માર્ચે સોસાયટીનો ગેટ ખોલવા બાબતે સોસાયટીના કમિટી મેમ્બર હિરેનભાઇ પટેલ સાથે ઝઘડો થયો હતો. તેના બીજે દિવસે વિનોદભાઇ ઘરે આવ્યા ત્યારે હિરેન પટેલ, જયેશ ઉર્ફે ચરાડા પટેલ, શૈલેષ પટેલ, રાકેશ રાવલ, જીતુભાઇ પટેલ સહિતના લોકો સાથે ફરી ઝઘડો થતાં મારામારી થઇ હતી. ત્યારે હિરેન પટેલે ધમકી આપી જણાવ્યુ હતુ કે, તે ભાજપ યુવા મોરચાનો પ્રમુખ છે. અને આખુ રાણીપ પોતે ચલાવે છે. તને જાનથી મારી નાખીશ. જેથી વિનોદભાઇએ સાબરમતી પોલીસ મથકમાં હિરેન પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. જયારે ધમકી આપનારા હિરેન પટેલ, પણ વિનોદ પંચાલ તેમજ અન્ય લોકો સામે ફરિયાદ નોંધાવી આક્ષેપ કર્યો છે કે, આ આરોપીઓમાંથી કેટલાક લોકો દારૂ પીધેલા હતા અને ધમકી આપી તેમને અને તેમની પત્નીને માર માર્યો હતો. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ હાથધરી છે. 

Leave a Reply

Your email address will not be published.