/

ગુજરાતનાં સરહદી બનાસકાંઠામાં કોરોન્ટાઇન કરેલા લોકોનો આંકડો ૯૧ને પાર

ગુજરાત રાજયમાં પણ કોરોના વાયરસનો કહેર જોવા મળયો છે. જેમાં ગુજરાત રાજયમાં કોરોનાના પોઝીટિવ કેસોની સંખ્યા વધી રહી છે. જેમાં ગુજારતના બનાસકાંઠામાં કોરોનાના શંકાસ્પદ કેસો નોંધાયા છે. બનાસકાંઠામાં દુબઇ અને ઇરાનથી આવેલા મહિલા અને પુરુષ મુસાફરોને કોરોના વાયરસના લક્ષણો જણાતા તેમના લોહીના નમૂના તપાસ અર્થે મોકલી દઇ તેમણે હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં ખસેડયા છે. જેની બનાસકાંઠા જિલ્લા તંત્રએ આ વાતની પૃષ્ઠિ કરી છે. જેથી આરોગ્ય વિભાગે આ મહિલા અને મહિલા પુરુષ બનાસકાંઠામાં કેટલા લોકોના સંપર્કમાં આવ્યા છે તેની તપાસ કરી રહી છે. તેમજ તેમના સગા-વ્હાલાની પણ તપાસ કરી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં હોમ કોરોન્ટાઇન કરાયેલા વ્યકિતની સંખ્યા ૯૧ને પાર થઇ ગઇ છે.

Leave a Reply

Your email address will not be published.