//

સાપુતારામાં દિવાળી વેકેશન દરમિયાન પ્રવાસીઓનો ઘસારો

ડાંગ જિલ્લામાં આવેલા ગિરિમથક સાપુતારા ખાતે દિવાળી વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. કોરોના વાઈરસના સંક્રમણને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે હોટલ્સ રેસ્ટોરાના ધંધા પર માઠી અસર પડી હતી. જે બાદ હવે લોકડાઉન હળવું થતા પ્રવાસીઓના ઘસારા સાથે ધંધા રોજગાર પણ ધીમે ધીમે શરૂ થયા છે.

સાપુતારામાં દિવાળી વેકેશન દરમિયાન પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. અહીં પ્રવાસીઓને આકર્ષવા માટે જુદા જુદા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. મોન્સૂન, વિન્ટર, દિવાળી, સમર વગેરે ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. જે કારણે અહીં પ્રવાસીઓ આવવા માટે આકર્ષિત થતા હોય છે.

જોકે, કોરોનાં મહામારીને કારણે અહીં ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું નથી. તેમ છતાં હવા ખાવાના સ્થળ તરીકે પ્રખ્યાત સાપુતારામાં પ્રવાસીઓ કુદરતી સૌંદર્ય માણવા માટે ઉમટી પડ્યા છે. જેમાં દિવાળી વેકેશન દરમિયાન સાપુતારા ખાતે પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. કોરોનાં મહામારીના ભય વચ્ચે પણ પ્રવાસીઓ કુદરતી સૌંદર્યનો લ્હાવો માણવા માટે ઉમટી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.