/

સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો : જાણો કેન્દ્વની કંઇ ટુકડી કેવડીયા પહોંચશે.

કેન્દ્વીય સીઆઇએસએફ સુરક્ષાદળ હવે કેવડીયામાં સુરક્ષા સંચાલન કરશે એવું ગૃહ મંત્રાલયના બે અધિકારીઓએ જણઆવ્યુ હતું. પાકિસ્તાની સ્થિત આંતકી સંગઠનો સરદાર પટેલની પ્રતિભા પર હુમલો કરી શકે છે જેથી કેન્દ્વ સરકારે આ નિર્ણય લીધો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના ગામો પર ગુજરાત પોલીસ સુરક્ષા કરી રહી છે. પરંતુ કેન્દ્વ સરકારે કોઇ અઘટિત ઘટના ના સર્જાય તેવા હેતુથી અને શૂન્ય ઘટનાના રેકોર્ડથી સીઆઇએસએફને સરદાર પટેલની પ્રતિમા તેમજ નાગરિકોની સુરક્ષા માટે જવાબદારી સોંપવામાં આવી હતી. હાલમાં જરૃરી કર્મચારીઓ અને કેવડીયાની દેખરેખ માટે સુરક્ષા યોજના લાગુ કરશે.

સુરક્ષા અધિકારીએ વિગતો આપતા વધુમાં જણાવ્યુ હતુ કે, કેવડીયામાં ઝડપી પ્રતિકિયા ટીમો, બોમ્બ ડીટેકશન સ્કવોડ અને સાદા કપડામાં સ્પોટર્સ તૈનાત કરવામાં આવશે. આખરી સુરક્ષા યોજના ઘડવાની તૈયારીમાં છે. આઇબીના ઇનપુટથી જાણવા મળયુ હતુ કે, પાકિસ્તાની ધમકી અને સ્ટેચ્યુના મહત્વને ધ્યાનમાં રાખીને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને મુલાકાતીઓની ચકાસણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સીઆરએફ દિલ્હી મેટ્રો અને ઉત્તર-દક્ષિણ ભારતનાં અનેક સંવેદનશીલ સરકારી જગ્યાઓ જેવી કે જેલ, પરમાણુ સુવિધાઓ, ડેટાબેસ કેન્દ્વ, ઉર્જાક્ષેત્રના સ્થાપનો, અને વારસા સ્મારકોની સાથે દેશના ૬૦ જેટલા એરપોર્ટની સુરક્ષાની કામગીરી કરે છે.

Leave a Reply

Your email address will not be published.