અમદાવાદમાં કરફ્યુ અને રાજ્યની કોરોનાની સ્થિતિ અંગે નીતિન પેટેલે માહિતી આપી છે. આ તકે સીએમની અધ્યક્ષતામાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
જેમાં નીતિન પટેલે જણાવ્યું છે કે, આવતીકાલે શનિવારથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રીના 9થી સવારના 6 કલાક સુધી કરર્ફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તકે નીતિન પટેલે વધુ જણાવતા કહ્યું કે નાગરિકોએ સહેજ પણ ભયભીત થવાની જરૂર નથી. આજથી 9 કલાકથી સોમવાર સવારે 6 કલાક સુધી કરર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. જે તમામ ચર્ચા કરવામાં આવી છે. તે માટે ગૃહ વિભાગના નોટિફિકેશન તૈયાર કરવાની ચર્ચા કરવામાં આવી છે. હોસ્પિટલમાં બેડને લઇને વાત કરતા નીતિન પટેલે જણાવ્યું હતું કે બેડ ખાલી નથી તે વાત ખોટી છે.
નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદની પદ્ધતિ પ્રમાણે જ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આગોતરા પગલા તરીકે સાવચેતીના ભાગરૂપે કોઇ મોટી સંખ્યામાં આ ત્રણેય શહેરોમાં કેસનો વધારો ન થયો હોવા છતાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી. ગઇકાલે ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1340 હતી. તે આજે 1420 થઇ છે. મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ ચાલુ કરવામાં આવ્યું છે. મહદઅંશે કોરોના સંક્રમણ રોકવામાં સફળ રહ્યાં છીએ.
આ વચ્ચે આજે શુક્રવારે અંબાજી દર્શન માટે પહોંચેલા મુખ્યપ્રધાન રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં લૉકડાઉન લગાવવાનું કોઈ પ્લાનિંગ નથી. આ માત્ર એક અફવા છે. તેઓએ અમદાવાદમાં લાદવામાં આવેલા કર્ફ્યુ અંગે પણ કહ્યું હતું કે કોરોનાના કેસમાં મોટો વધારો થતાં શહેરમાં તકેદારીના ભાગરૂપે કરર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
અમદાવાદમાં આજે શુક્રવારથી રાત્રીના 9 કલાકથી સોમવારે સવારે 6 કલાક સુધી કરર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. ત્યાર બાદ રાત્રીના 9 કલાકથી સવારે 6 કલાક સુધી રોજ કરર્ફ્યૂ ચાલુ રહેશે. તે દરમિયાન માત્ર દૂધ અને દવા તથા આવશ્યક ચીજવસ્તુ જ મળશે બાકી તમામ બંધ રહેશે. જે જાણકારી ડો.રાજીવ ગુપ્તાએ ટ્વીટ કરી આપી હતી.