////

અમદાવાદમાં આવતીકાલે રાત્રે 9થી સોમવારના સવારે 6 કલાક સુધી કર્ફ્યૂ, કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય

અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના દર્દીઓ એકદમ ઉછાળો આવ્યો છે. આ અંગે મહત્વનો નિર્ણય લેતા શહેરને આવતીકાલથી રાત્રે 9થી સોમવારે સવારે 6 કલાક સુધી કર્ફ્યૂ લાદવાનો નિર્ણય લીધો છે.

શહેરમાં સંપૂર્ણ પણે કર્ફ્યૂ અંગેની માહિતી અધિક મુખ્ય સચિવ અને અમદાવાદમાં કોરોની સ્થિતિને કાબૂમાં લેવા નિંમણૂક કરાયેલા ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ ટ્વિટ કરીને આપી છે.

આ તકે ડો. રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, શહેરમાં કોરોના વધુ ન ફેલાય તે માટે આગમચેતીના પગલા લેવાની જરૂર છે. તેથી આવતીકાલે શુક્રવારે રાત્રે 9 કલાકથી સોમવારે સવારે 6 કલાક વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યૂ રહેશે. નોંધનીય છે કે 1લી ઓગસ્ટે અમદાવાદમાંથી કર્ફ્યૂ હટાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં રાત્રી બજારો તંત્ર માટે માથાનો દુખાવો બનેલી હતી. જેના પગલે હવે રાત્રી બજારો ન ભરાય તે માટે અને લોકો ફરે નહી તે માટે ખાસ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

શહેરમાં સતત વધી રહેલા કોરોના કેસ અંગે મોટો નિર્ણય

  • અમદાવાદમાં આવતીકાલથી કરફ્યૂની જાહેરાત
  • આવતીકાલે રાત્રીના 9થી સોમવાર સવારે 6 કલાક સુધી કર્ફ્યૂની જાહેરાત
  • સરકાર સાથે પરામર્શ કર્યા બાદ AMC તરફથી અધિક મુખ્ય સચિવની જાહેરાત
  • ડો.રાજીવકુમાર ગુપ્તા એ કરી જાહેરાત
  • અમદાવાદના દર્દીઓ માટે 900 નવા બેડ તૈયાર કરવામાં આવ્યાં
  • સોલા સિવિલમાં 400 બેડ, અસારવા સિવિલ કેમ્પસમાં 400 બેડ અને ગાંધીનગર સિવિલમાં 100 બેડ વધારવામાં આવ્યાં
  • સરકાર દ્વારા 300 વધુ તબીબો અને 300 મેડિકલ સ્ટુડન્ટસ પણ ફાળવવામાં આવ્યાં
  • 108 એમ્બ્યુલન્સ સેવાની સંખ્યા 20થી વધારી 40 કરાઈ

Leave a Reply

Your email address will not be published.