////

ગુજરાત અને મહારાષ્ટ્ર બાદ આ રાજ્યમાં આજથી રાત્રી કરર્ફ્યૂ લાગુ

કોરોનાનું નવો પ્રકાર સ્ટ્રેન અંગે જાણ થતાં કર્ણાટક સરકાર કોરોનાને લઈ વધારે સતર્ક બની છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારની જેમ કર્ણાટક સરકારે પણ રાજ્યમાં નાઈટ કરર્ફ્યૂ લાદવાનો નિર્ણય લીધો છે.

કર્ણાટક સરકારે જાહેર કરેલા આદેશ મુજબ રાજ્યમાં 2 જાન્યુઆરી સુધી નાઈટ કરર્ફ્યૂ લાગુ કરવામાં આવશે. નાઈટ કર્ફ્યુનો સમયગાળો રાતના 10 કલાકથી સવારના 6 કલાક સુધીનો રહેશે.

કર્ણાટકના સ્વાસ્થ્ય પ્રધાન ડૉ.કે.સુધાકરે કહ્યું કે જે રીતે બ્રિટેનમાં કોરોનાનુ નવુ રૂપ જોવા મળ્યું છે તેનાથી બચવા માટે નાઈટ કરર્ફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમે આંતરરાષ્ટ્રીય યાત્રીઓ પર પણ ધ્યાન રાખી રહ્યાં છીએ.

ક્રિસમસની ઉજવણી અંગે વાત કરતા પ્રધાને ઉમેર્યુ કે 23 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી રાતે 10 કલાક બાદ કોઈ પણ સમારોહ કે ઉત્સવ યોજવાની કોઈને પણ અનુમતિ નથી. આ તમામ પ્રકારના કાર્યોને લાગુ પડે છે.

Leave a Reply

Your email address will not be published.