//

અમદાવાદમાં કરફ્યૂના કારણે વેડિંગ ઈન્ડ્રસ્ટીને પડ્યો મોટો ફટકો

અમદાવાદ શહેરમાં કોરોનાના સંક્રમણ વધતા 57 કલાકનો કરફ્યૂ લાદવામાં આવ્યો છે. તો કરફ્યૂ લાદવાના કારણે મોટો ફટકો પડ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં 2 દિવસની અંદર 1600 જેટલા લગ્ન પ્રસંગ છે. 21અને 22 તારીખે લગ્નનું મુહૂર્ત હોવાને કારણે શહેરમાં 2 દિવસમાં 1600 જેટલા લગ્ન છે. શહેરમાં કરફયુ લાગતા બંધ રહ્યા છે. જેથી લગ્નની ઇવેન્ટ સાથે જોડાયેલા લોકો આજે ભેગા થયા હતાં. તેમણે માગ કરી છે કે, દિવસનું કરફયુ રદ કરવું જોઈએ. જેને કારણે લોકોના લગ્નના મુહૂર્ત પણ સચવાઈ જાય. મેનેજમેન્ટ દ્વારા લોકોના એડવાન્સમાં પૈસા પણ લેવામાં આવ્યા છે. સાથે જ લગ્નની દરેક તૈયારીઓ પણ થઈ ગઈ છે અને છેલ્લે આ રીતે લગ્ન રદ થઈ જવાના કારણે લગ્ન લેનાર યુવતીના પરિવારજનો પણ ચિંતામાં સરી પડ્યા છે.

અમદાવાદમાં કરફ્યૂને લઈને એક ઇવેન્ટ મેનેજમેન્ટે કહ્યું હતું કે, છેલ્લા નવ મહિનાથી ઇવેન્ટ મેનેજમેન્ટનો ધંધો ઠપ્પ થઈ ગયો છે. નવરાત્રિમાં પણ સરકાર દ્વારા મંજૂરી આપવાની હતી અને ત્યારબાદ તે રદ કરવામાં આવી હતી. તો દિવાળી બાદ 22 તારીખનું પહેલું મુહૂર્ત છે, જેમાં અમદાવાદમાં 1500થી 1600 લગ્નો છે. ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલા મંડપ ડેકોરેશન, ફૂલ ડેકોરેશન,પાર્ટી પ્લોટ ઓનર દરેકના ધંધા પર કરફ્યૂ ની અસર થઇ રહી છે. સરકાર દ્વારા અચાનક લેવામાં આવેલા આ નિર્ણયના પગલે જે લોકોના ઘરે લગ્નપ્રસંગ છે તે યુવક અને યુવતી તેમજ તેમના માતા-પિતા પણ ચિંતામાં આવી ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 57 કલાકના કરફ્યુના નિર્ણયના પગલે વેડિંગ ઇન્ડ્સ્ટ્રીને મોટો ફટકો પડશે. તેની સાથે જ દિવાળી પછીના આ શનિવાર અને રવિવાર પહેલું જ મુહૂર્ત હોવાથી તેમના બુકિંગ પર પણ પાણી ફરી ગયું છે અને કંકોત્રીઓ પણ અપાઈ ગઈ હોવાથી તમામને મોટો નુકસાન થશે. તેથી વેડિંગ ઇન્ડસ્ટ્રી ઉદ્યોગે આ અંગે સરકારને રાહત આપવા માટે વિનંતી કરી છે.

Leave a Reply

Your email address will not be published.