/

માનવજીવન માટે શ્રાપ પરંતુ પર્યાવરણ જગત માટે બન્યો આશીર્વાદરૂપ કોરોના!

કોરોનાની વૈશ્વિક મહામારીથી બચવા સમગ્ર વિશ્વ જાણે થંભી ગયું છે વિવિધ દેશનો ઔદ્યોગિક તંત્ર ખોરવાઈ ગયો છે. કોરોનાની એક અસર માનવજીવન પર ખૂબજ ભયાનક છે જ્યારે પર્યાવરણ માટે કોરોના આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. કોરોના વાયરસના કારણે ઓઝોન લેયરમાં પડેલું ગાબડું પુરાવા માંડ્યું છે. અમેરિકાની કોલારાડો યુનિવર્સિટિના સંશોધકો અનુસાર પૃથ્વીના દક્ષિણી હિસ્સામાં આવેલા એન્ટાર્કટિકાની ઉપર ઓઝોન લેયરમાં પડેલું ગાબડું પુરાવા માંડ્યું છે. આ અસર પ્રદુષણ ઓછું થવાના કારણે વર્તાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે માનવીએ દુનિયામાં ભરપૂર પ્રદુષણ ફેલાવ્યું છે. અને આ પ્રદુષણ વાળી હવા પહેલા દક્ષિણ દિશા તરફ જતી હતી હવે તેનો રૂખ બદલાઈ ગયો છે. હંગામી ધોરણે આ બદલાવ આવ્યો છે પરંતુ પર્યાવરણ માટે લાભદાયક છે.. ચીનમાં થતી ઔધોગિક વિધિઓમાં ઘટાડો થતા કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ ઘટ્યું છે જેથી ઓઝોન લેયરનો ઘા રુઝાઈ રહ્યો છે. કોરોનાના કહેર પહેલા દુનિયામાં ચીન ઓઝોન લેયરને નુકસાન કરે તેવા પ્રદુષિત તત્વોને સૌથા વધારે માત્રામાં રિલિઝ કરતું હતું. જો કે હવે આ તત્વોના પ્રમાણમાં ઘટાડો થયો છે. આપણે જાણીએ છે જ તે મુજબ 2000 પહેલા જેટ સ્ટ્રીમ ધરતીની વચ્ચે ફરતી હતી પરંતુ ટૂંક સમય બાદ તેની દિશા દક્ષિણ તરફ થઈ ગઈ હતી જેના કારણે ઓઝોન લેયરમાં ગાબડું પડયું હતું અને વિવિધ દેશોને હવામાનની સીધી અસર થઈ હતી. જો કે પ્રદુષણના અભાવે ઘણા દેશોની હવા ચોખ્ખી થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.