///

લક્ષ્મી વિલાસ બેંકની શાખાઓ પર ગ્રાહકોનો ધસારો, 24 કલાકમાં 10 કરોડ રૂપિયા કાઢ્યા

લક્ષ્મી વિલાસ બેંકમાંથી રકમ કાઢવાની સીમા નક્કી થયા બાદ બુધવારથી બેંકની શાખાઓ પર ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. માત્ર 24 કલાકની અંદર બેંકમાંથી 10 કરોડ રૂપિયાથી વધુની રકમ કાઢવામાં આવી છે. તો બીજી તરફ RBI દ્વારા નિયુક્ત બેંકના તંત્રએ કહ્યું કે, ડીબીએસ બેંકમાં વિલય થવા પર તેના કોઇ કર્મચારીની છટણી કરવામાં નહી આવે અને તમામ 4 હજાર કર્મચારીઓને સમાવવામાં આવશે.

ભારતીય રિઝર્વ બેંકે દક્ષિણ ભારત કેન્દ્રિત લક્ષ્મી વિલાસ બેંકને એક મહિનાના મોરેટોરિયમ પર નાખી દીધા હતા. સાથે જ કહેવામાં આવ્યું છે કે, આગામી એક મહિના સુધી બેંકમાંથી કોઇ પણ ગ્રાહક 25 હજાર રૂપિયાથી વધુ કાઢી નહી શકે. આ સમાચાર આવતાની સાથે જ ગ્રાહકોની ભીડ ઉમટી પડી હતી. બેંકના એડમિનિસ્ટ્રેટર ટીએન મનોહરને કહ્યું કે, બેંકની શાખામાં ભારે દબાણ છે અને લોકો પૈસા કાઢી રહ્યા છે. અફવાને કારણે ગ્રાહક પૈસા કાઢી રહ્યા છે. બેંકની શાખામાંથી પૈસા કાઢવા માટે લોકોનો ધસારો થયો છે તેમજ દબાણ પણ વધી શકે છે. જેને પગલે બેંક સીનિયર નાગરિકો, મહિલાઓ, દિવ્યાંગ વગેરે ગ્રાહકો માટે સ્પેશ્યલ કાઉન્ટર બનાવવાનું વિચારી રહ્યા છે.

નોંધનીય છે કે, લક્ષ્મી વિલાસ બેંકની નાણાકીય સ્થિતિ ત્રણ વર્ષથી ખરાબ હતી. જૂન 2020માં બેન્કનો capital adequacy ratio 0.17 ટકા પર પહોચી ગયો હતો, જ્યારે તેને ઓછામાં ઓછો 9 ટકા હોવો જોઇતો હતો. નાણાકીય વર્ષ 2020 સુધી બેંકની લોન બાકી 13,827 કરોડ રૂપિયા અને જમા 21,443 કરોડ રૂપિયા હતી.

Leave a Reply

Your email address will not be published.