/

ગુજરાત રેન્જ ના નવ જિલ્લામાં હવે સાઇબર પોલીસ સ્ટેશનો કાર્યરત થશે :પ્રદીપસિંહ જાડેજા

દિવસે દિવસે વધતી જતી સાઇબર ક્રાઇમની ઘટનાને રોકવામાં સરકાર દ્રારા આગોતરા આયોજનની તૈયારી કરવામાં આવી છે જેમાં અલગ અલગ જિલ્લામાં સાઇબર સેલ અને સાઇબર પોલીસ સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે સાઇબર પોલીસ સ્ટેશનો થી ગુન્હાનું પ્રમાણ ઘટાડવા સરકાર દ્રારા કમર કસવામાં આવી રહી છે અને ટેક્નિકલ સ્ટાફ પણ નિયુક્ત કરવાની કામગીરીને વેગવંતો કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્રારા સાઇબર ક્રાઇમને રોકવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન કરતા જણાવ્યું હતું કે રાજ્યના તમામ નવ રેન્જમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન કાર્યરત  કરવા  ગુન્હાનું પ્રમાણ  પ્રયાસ શરૂ કરવા માં આવ્યા છે પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નાગરિકોને સુરક્ષા અને  સલામત ગુજરાતનું નિર્માણએ જ અમારૂ લક્ષ્ય છે આગામી દિવસો માં આ લક્ષ્ય પર  કરી ને  પ્રમાણ  ઘટે તે દિશા માં કામ કરી રહ્યા છે.

ટેકનોલોજીના વિકસતા જતા યુગમાં ગુનાઓ પણ હાઇ-ફાઇ બન્યા અને ગુન્હેગારોને ગુન્હો કરવાની દરેક મોડેસ પોરેન્ડી પર સાઇબર સેલ શકે તેવા હેતુ થી સરકાર કામ કરી રહી છે સાયબર ક્રાઇમ સહિત અન્ય ગુનાઓનું ટેકનોલોજી દ્વારા નિયંત્રણ કરાશે ગુન્હેગારોને નિયંત્રણ કરવા માટે નિયંત્રણ પોલીસને વધુને વધુ સુસજ્જ કરાશે અને આધુનિક ટેક્નોલોજીનો સદ્ ઉપયોગ કરી તાત્કાલિક ગુન્હેગારો સુધી પોલીસ પહોંચી શકે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે નવ રેન્જમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન કાર્યરત કરવાનો અમારી સરકારનો નિર્ણય છે રાજ્યમાં આવતી નવ રેન્જ હેઠળ રાજ્યના મોટાભાગના જિલ્લાઓને આવરી લેવામાં આવી રહ્યા છે જેમાં ખાસ કરીને ગાંધીનગર, અમદાવાદ, વડોદરા,પંચમહાલ, ગોધરાનો સમાવેશ ભાવનગર ,સુરત, રાજકોટ, જૂનાગઢ અને કચ્છ બોર્ડર સમાવેશ હાલ કરવા માં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.