///

ચક્રવાત ‘નિવાર’ આજે આ રાજ્યો પર ખાબકશે, વડાપ્રધાન મોદીએ આપી મદદની બાંહેધરી

પોન્ડિચેરીમાં ગંભીર ચક્રવાતના પગલે સમુદ્રમાં ઉંચી લહેરો ઉઠી રહી છે. ચક્રવાર્તી તોફાન તમિલનાડુના મમાલ્લપુરમ અને પોન્ડિચેરીના કરાઈકલથી આજે રાતે પસાર થશે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર બંગાળની ખાડીમાં દક્ષિણ – પશ્ચિમ વિસ્તારમાં ગંભીર ચક્રવાત ‘નિવાર’ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ છેલ્લા 6 કલાક દરમિયાન 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વધી રહ્યું છે અને આજે બુધવારે બપોરે 2.30 કલાકે બંગાળની ખાડીમાં દક્ષિણ-પશ્ચિમમાં કન્દ્રિત રહેશે.

તમિલનાડુ અને પોન્ડિચેરીના અનેક વિસ્તારોમાં મંગળવારથી વરસાદ શરુ થઈ છે. આ તકે એનડીઆરએફ, તટરક્ષક દળ, ફાયર વિભાગ સહિત વિભિન્ન રાજ્યો અને કેન્દ્રીય એજન્સીઓના કર્મચારીઓની તૈનાતી કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે કરવામાં આવી છે. તોફાનને ધ્યાનમાં રાખીને તમિલનાડુ અને પોન્ડિચેરીમાં બુધવારે સાર્વજનિક રજા જાહેર કરવામાં આવી છે. વાહનવ્યવહાર સ્થગિત કરાયો છે. તમિલનાડુના મુખ્યપ્રધાને કહ્યું કે બુધવારે રાજ્યમાં સામાન્ય રજા છે. પરંતુ જરુરી સેવાઓ સાથે જોડાયેલા લોકો કામ કરશે.

હવામાન વિભાગે કહ્યું કે બુધવારે તોફાનની અસરથી તમિલનાડુ, પોન્ડિચેરી અને કરાઈકલના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. કેટલાક સ્થાનો પર ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે.

આ વચ્ચે વડાપ્રધાન મોદીએ તમિલનાડુના મુખ્યપ્રધાન અને પોન્ડિચેરીના મુખ્યપ્રધાન સાથે વાત કરી હતી. તેમજ તોફાન અંગેની માહિતી મેળવી તથા કેન્દ્ર દ્વારા તમામ શક્ય મદદ કરવાની બાંહેધરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published.