/

ખાચર પરિવારના લગ્ન સમોરાહમાં લાલજી મહારાજે આપી હાજરી ભગવાન સ્વામિનારાયણે પણ દાદા ખાચરના લગ્નનો ચલાવ્યો હતો રથ જાણો ઇતિહાસ

દાદા ખાચરની 8મી પેઢી કિરીટભાઈ ખાચરના પુત્ર હરપાલ ખાચરના લગ્નમાં લગ્નમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ગાદીપતિ લાલજી મહારાજે હાજરી આપી છે લાલજી મહારાજ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા.

હરપાલ ખાચરના લગ્નમાં લાલજી મહારાજ સહીત સંતો મહંતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એસપી સ્વામી , ઘનશ્યામ સ્વામી સહિતના સંતો મહંતોએ આપી હતી હાજરી.

દાદા ખાચરનો ઇતિહાસ વાંચવો એટલે રસપ્રદ છે કે દાદા ખાચર લગ્ન કરવાની ના પાડતા હતા ખુદ ભગવા સ્વામિનારાયણે ખુદ દાદા ખાચરને લગ્ન કરવા માટે સમજાવ્યા હતા ત્યારે દાદા ખાચરે શરત મૂકી હતી કે ખુદ સ્વામિનારાયણ ભગવાન લગ્નમાં આવે તો જ તે લગ્ન કરશે ત્યાર બાદ દાદા ખાચરના લગ્ન ગઢડાની નજીક આવેલા ભટ્ટવદર ગામ વરુ પરિવારમાં નક્કી કરાયા હતા ત્યારે દાદા ખાચરના લગ્નની જાનનો રથ ખુદ ભાગવાન સ્વામિનારાયણે જાતે ચલાવ્યો હતો તે વખતે તમામ સાધુ સંતો પણ જાનમાં જોડાયા હતા. ફરીથી 8 મી પેઢીમાં વરુ પરિવાર માં જાન ગઈ હતી અને ગાદીપતિ લાલજી મહારાજ હાજર રહી ભગવાન સ્વામિનારાયણ ની પરંપરા અને પ્રણાલી ને જાળવી રાખી હતી.

કોણ છે દાદા ખાચર ?

દાદા ખાચર ભગવાન શ્રીસ્વામિનારાયણના શ્રેષ્ઠ ભકત હતા. તેમણે અને તેમના કુટુંબે ભગવાન શ્રીસ્વામિનારાયણને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું હતું. આ દાદા ખાચર ગઢપુર તાલુકાના રાજા હતા. તેમને શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયના સૌથી મોટા ભકતરાજ માનવામાં આવે છે.

તેમના ભકિતભાવને વશ થઇ ભગવાન ત્યાં સત્સંગનું કેન્દ્ર બનાવી 29 વર્ષ રહ્યા હતા. તેમનો દરબાર ગઢ હજુ ગઢપુરમાં ઉપલબ્ધ છે. ત્યાં ભગવાન શ્રીસ્વામિનારાયણે મોટું મંદિર આ દાદા ખાચરના કહેવાથી બનાવેલ છે.આ દાદા ખાચર “અર્જુન”નો અવતાર કહેવાય છે. તેમના વંશજો હાલમાંય છે તે તેમની જેવા જ ખૂબ ભકિત ભાવવાળા છે.

દાદા ખાચરનાં ધર્મપત્ની કુમુદબાને કંઈ સંતાન ન હતું. તેથી કુમુદબાની આગ્રહભરી આજીજીને લીધે મહારાજે દાદાને ફરી પરણવાનો વિચાર કર્યો. આ માટે મહારાજે પહેલા દાદાની સંમતિ મેળવી અને પછી ભટવાદરના દરબાર નાગપાલ વરુની દીકરી જસુબા સાથે તેમનું સગપણ કર્યું.

ઘણી આનાકાની પછી દાદાએ આ લગ્ન માટે મહારાજને એ શરતે સંમતિ આપી હતી કે જો આપ જાનમાં પધારો, મારો રથ ચલાવો તો જ હું લગ્ન કરવા જઈશ. સં. ૧૮૮૧નો વસંત પંચમીનો મહોત્સવ ગઢપુરમાં ધામધૂમથી ઊજવી મહારાજ ત્યાં આવેલા સર્વે સંત હરિભક્તોને દાદા ખાચરની જાનમાં લઈને મહા સુદ આઠમને દિવસે ભટવદર જવા માટે તૈયાર થયા.

મહારાજે સોનેરી મોતીડે મઢેલી પાઘ તથા કાનમાં મોતી જડિત સુંદર કુંડળ પહેર્યા હતાં. દાદા ખાચરને શણગારેલા રથમાં બેસાડી શ્રીજી સ્વયં એ રથ હાંકવા બેઠા. એ દિવ્ય દૃશ્યનું દર્શન કરવા પાર્ષદો પોતાના ઘોડા આગળ લાવ્યા. સંતો, હરિભક્તો પણ પોતાના વાહનોમાંથી ઊતરી દાદાના રથ પાસે આવી ગયા. મહારાજે બળદની રાશ હાથમાં પકડી હતી. તેમના મુખારવિંદ ઉપર આજે અપાર આનંદ હતો. દાદાના સંસારના સારથિ‌ બની પ્રભુએ આજે પોતાનું ભક્ત વત્સલપણું વ્યક્ત કર્યું હતું.

ગઢડામાં એભલ ખાચરની જમીનના બે ભાગીદારો હતા. એક દાદા ખાચર અને બીજા જીવા ખાચર. બંને સહજાનંદ સ્વામીના પરમ ભક્તો.

સંવત ૧૮૮૬ જેઠ સુદ દશમ, મંગળવાર, દાદા ખાચરની અક્ષર ઓરડીમાં શ્રીજી મહારાજ સ્વધામ સિધાવી ગયાં. દાદા ખાચરથી આ વિયોગ ન ખમાયો.મૂર્છિત થઈ ગયા. ગોપાળાનંદ સ્વામીએ તેમને લક્ષ્મીવાડીની બેઠકે મોકલ્યા. દાદા ખાચર ત્યાં ગયાં.

શ્રી હરિ પણ ત્યાં હાજર હતા. તેમણે દાદા ખાચરને કહ્યું, હું તો ક્યાંય ગયો નથી. અને જવાનો પણ નથી. સત્સંગમાં અને ગોપીનાથજી દેવમાં હું અખંડ રહ્યો જ છું. મૂંઝવણ થાય ત્યારે ગોપીનાથજી મહારાજ પાસે જવું.આમ બોલીને શ્રી હરિએ દાદા ખાચરને તાજા ગુલાબનો હાર આપ્યો. ગુલાબની તાજગીએ તેમને શ્રી હરિના શરણમાં લીન કર્યા.

5 Comments

  1. જય શ્રી સ્વામિનારાયણ જય હો ભક્ત શ્રી દાદા ખાચર અને તેમનો પરિવાર અને તેમના દિવ્ય વંશજો કે આજે પણ ભગવાન તેમના પરિવારજનોની સાથે છે જય હો જય શ્રી સ્વામિનારાયણ

  2. જય સ્વામિનારાયણ…. જય હો જય હો…..આજે પણ પરમ પૂર્ણ અક્ષર ના અધિપતિ એમની સાથે….

Leave a Reply

Your email address will not be published.