/

આખલા યુદ્ધમાં કારનુ નુકસાન

જૂનાગઢના કેશોદ ગામે વોર્ડ નંબર આઠમાં આખલા યુદ્ધમાં ઘર પાસે પાર્ક કરેલ કારમાં નુકશાની કેશોદના એરપોર્ટ રોડ જુના ગરબી ચોક ગીતા નગર બે માં આખલાઓનો અસહ્ય ત્રાસ હોવાની ફરિયાદો ઉઠવા પામેલ છે રખડતા આખલા ગમે ત્યારે રસ્તા પર ખુલ્લે આમ તોફાની તત્વોની જેમ આંતક મચાવીને રાહદારીઓને કે તેમની માલ મિલ્કતને મોટાપાયે નુકસાન કરી રહ્યાં છે કેશોદના સ્થાનિક રહેવાસીઓએ અનેક વખત રજુઆત કરી છે છતાં બહેરી મૂંગી પાલિકા આખલા પકડવામાં સતત નિસ્ફળ રહી છે જેનો ભોગ સ્થાનિકોને બનવું પડી રહ્યું છે આજે આખલા યુદ્ધ જે જગ્યા પર થયું હતું ત્યાં જ નજીક માં એક સ્કૂલ આવેલી છે અને હાલ માં 10 અને 12 ની બોર્ડની પરીક્ષા પણ ચાલી રહી છે જો આખલાને પાલિકા તંત્ર કાબુમાં નહીં કરે તો અહીંથી પસાર થતા વિધાર્થીઓ અને રાહદારીઓને જીવ ગુમાવવાનો વારો આવશે આજે સર્જાયેલ આખલાના તોફાનને કારણે કેશોદના વોર્ડ નંબર 8ના સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે  

Leave a Reply

Your email address will not be published.