///

દીપડાનું નવું ઘર બનશે ડાંગ

ગુજરાતનાં રાજયનાં ડાંગમાં ૩૨ હેકટરમાં ૨૦ કરોડનાં ખર્ચે લેપર્ડ સફારી પાર્ક બનાવવામાં આવશે. જેનું એપ્રિલ મહિનાથી કામગીરીનું ભૂમિ પૂજન કરવામાં આવશે. આ પાર્કમાં રેસ્કયુ કરાયેલા દીપડા લાવવામાં આવશે. ફોરેસ્ટ વિભાગે ટેન્ડર બહાર પાડીને કામગીરી સોંપી હતીં. ડાંગમાં ગીરા ધોધ, બોટાનિકલ ગાર્ડન, નેશનલ પાર્ક, સાપુતાર ડોન, શબરીધામ, અંજનીફૂડ, જેવા પર્યટન સ્થળો છે પરંતુ ડાંગમાં લેપડ સફારી પાર્કનો પણ ફરવા લાયક સ્થળનો ઉમેરો થશે.

ડાંગનાં જંગ અને વાતાવરણ દીપડાઓ માટે ખૂબ જ અનુકુળ હોવાથી ડાંગમાં લેપડ સફારી પાર્ક બનશે. આ લેપર્ડ સફારી પાર્ક અને રેસ્કયુ સેન્ટરની કામગીરી માટે કેન્દ્વ સરકાર દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. જેથી ફોરેસ્ટ વિભાગે ટેન્ડર બહાર પાડીને કામગીરી સોંપી છે. ડાંગમાં બની રહેલા લેપર્ડ સફારી પાર્કમાં ફરતે ચાર સફારી વોચ ટાવર, પાર્કિંગ, મેન ગેટ, ડબલ એન્ટ્રી ગેટ, વેટ કાર યુનિટ, ટૂરિસ્ટ એરિયા, રેસ્કયું સેન્ટર, ફેમિલી ફુડ સ્ટોર, ઓફિસ બ્લ્ડિીંગ, રિસેપ્શન જેવી સુવિધા ઉભી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.