////

કોરોનાથી ઉગરેલા લોકોમાં હવે ખતરનાક ફંગલ ઈન્ફેક્શન ફેલાઈ રહ્યું છે

દિલ્હીમાં આવેલા સર ગંગારામ હોસ્પિટલના ડૉક્ટરોને કોવિડના પગલે કેટલાક ગંભીર કેસ મળી આવ્યાં છે. જે અંગે ડૉક્ટરોનું કહેવું છે કે, કોરોનાના કારણે મ્યૂકોરમાઈકોસિસ ફંગસ ડેવલોપ થઈ રહ્યાં છે, જેના પરિણામ ખૂબ જ ગંભીર હોય છે. જેના કારણે દર્દીઓની આંખોની રોશની જવી, જડબા અને નાકનું હાડકુ જવું અને 15 દિવસમાં મગજને નુક્સાન થઈ શકે છે. આ પ્રકારના કેસમાં 50 ટકા દર્દીઓના મોત પણ થઈ જાય છે.

મ્યૂકોરમાઈકોસિસ એક એવું ફંગસ ઈન્ફેક્શન છે, જે સંક્રમિતના શરીરને ભારે નુક્સાન પહોંચાડે છે. જેમાં ઈમ્યુનિટી ઓછી હોવાના કારણે આ સંક્રમણ વિક્સિત થાય છે. આ એવા લોકોને વધારે થાય છે, જેમને અન્ય બીમારીઓ પહેલાથી હોય છે. હોસ્પિટલના ENT ડૉક્ટર્સ સમક્ષ છેલ્લા 15 દિવસમાં આ પ્રકારના 12 કેસ સામે આવ્યા છે. આ અંગે હોસ્પિટલના સીનિયર ડોક્ટર ENT સર્જન મનીષ મુંજલનું કહેવું છે કે, કોરોનાના કારણે થનારા મ્યૂકોરમાઈકોસિસના કેસ જે ફ્રિકવન્સીમાં મળી રહ્યાં છે, તે ખરેખર ખતરનાક છે. જો આંખ અને ગાલમાં સોજો, નાક બંધ થવું જેવા લક્ષણો મળે છે, તો તાત્કાલીક બાયોપ્સી કરાવીને સારવાર શરૂ કરી દેવી જોઈએ.

આ ઉપરાંત એક તરફનું નાક બંધ થવું, આંખમાં સોજો કે દર્દ થયા બાદ તપાસ કરવામાં આવે છે, તો તાત્કાલીક સારવાર કરાવવાથી વધારે નુક્સાનથી બચી શકાય છે. ડૉક્ટરના જણાવ્યા મુજબ, ડાબી બાજુનું નાક બંધ થઈ જાય છે અને બે દિવસની અંદર ગાલ અને આંખ સૂજી જાય છે. જો આવું થાય, તો તાત્કાલીક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

એક દર્દીના ચહેરાની ડાબી બાજુ સોજો હતો અને સુન્ન થવાની ફરિયાદ હતી. જેને ઈમરજન્સી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. ટેસ્ટમાં જાણવા મળ્યું કે, તેનુ સૂગર અને ઈન્ફેક્શન લેવલ ઘણુ વધારે છે. ત્યારે સૌથી ગંભીર વાત એ હતી કે, મ્યૂકર ફંગસ તેને સંક્રમિત કરી ચૂક્યું હતું. MRIમાં સામે આવ્યું કે, આંખ અને ઉપરના જડબાને નુક્સાન થઈ ચૂક્યું છે અને ઈન્ફેક્શન મગજ સુધી પહોંચી ગયુ છે. ડોક્ટરે કહ્યું કે, સર્જન્સે તે દર્દીનું ઓપરેશન કર્યું અને ફરીથી તેને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર બે અઠવાડિસા સુધી રાખવામાં આવ્યો હતો. શરૂઆતમાં જાણકારી મળવાથી દર્દીનો જીવ બચાવી શકાયો છે.

તો આંખના સર્જને કહ્યું કે, ફંગલ ઈન્ફેક્શન આંખને અસર કરે છે, જેનાથી દર્દી રોશની ગુમાવી શકે છે. આંખનો સીધો સંપર્ક મગજ સાથે હોય છે. આથી ઈન્ફેક્શન મગજ પર હાવિ થવાની શક્યતાઓ પણ રહે છે.

Leave a Reply

Your email address will not be published.