///

રાજ્યમાં વધુ એક શક્તિપીઠના દર્શન, આ જગ્યાએ બનશે ભવ્ય મંદિર

સોમનાથમાં હવે શક્તિપીઠના પણ દર્શન થશે. જેમાં મંદિરનાં સંકુલમાં જ મંદિર બનશે.

રાજ્યમાં વધુ એક શક્તિપીઠના દર્શન થશે. સોમનાથ ટ્રસ્ટના લેવાયેલા નિર્ણય મુજબ સોમનાથ મંદિરના વર્તમાન સંકુલ ખાતે જ 21 કરોડના ખર્ચે પાર્વતી માતાનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવશે. આ મંદિર શ્વેત આરસમાંથી બનાવવામાં આવશે.

આમ, હવે સોમનાથ ખાતે પાર્વતીનું મંદિર બનવાના લીધે શિવની સાથે શક્તિના પણ દર્શન થશે. ઉલ્લેખનિય છે કે સોમનાથ મંદિરના દર્શને દર વર્ષે લાખો ભાવિકો આવે છે.

Leave a Reply

Your email address will not be published.