//

દાઉદ ઇબ્રાહિમના કયા સાગરીતને 15 વર્ષ બાદ ભારત લવાશે

અંડર વર્લ્ડ રવિ પુજારાની સેનેગલની રાજધાની ડાકારમાં બાર્બરની દુકાનમાંથી ભારતીય સુરક્ષા એજન્સીએ ઝડપી પાડયો છે. રવિ પૂજારા ૯૦ના દાયકામાં મુંબઇમાં સક્રિય ગુનેગાર હતો. કર્ણાટકનાં મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર આ ગેંગને પકડવા માટે ઘણી તકેદારી લેવામાં આવી હતી. પોલીસની ટીમો સેનેગલથી ૩ બસોમાં આવી હતી અને પૂજારાને ઘેરી લીધો હતો. પૂજારા માટે રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી હતી. પરંતુ ૧૫ વર્ષથી ફરાર હતો.

કર્ણાટકની પોલીસે જણાવ્યુ કે, આઇવરી કોસ્ટમાં તેમના રોકાણ દરમિયાન અમને પૂજારા વિશે થોડી માહિતી મળી હતી. પરંતુ તે પછી અચાનક ગાયબ થઇ ગઇ. ગુપ્તચર એજન્સી, કર્ણાટક પોલીસ, અને ગુજરાત એટીએસ સતત આખિકન સરકાર સાથે સંપર્કમાં હતા અને પૂજારા પર નજર રાખવામાં આવી રહી હતી. આફિકામાં સ્થાયી હતો

પૂજારાએ દક્ષિણ આફિકામાં સારો વ્યવસાય ફ્લાયો હતો.

તે આફિકામાં રેસ્ટોરન્ટનાં બિઝનેશને લઇને સંકળાયેલો હતો. તેનાં રેસ્ટોરન્ટના બિઝનેશ ગિઆના, બુર્કિના, ફાસો અને આઇવરી કોસ્ટ જેવા દેશોમાં ચાલે છે.

પૂજારા પર ૨૦૦ મુદ્દાઓને લઇને રેડ નોટિસ ઇશ્યુ થઇ

રવિ પુજારા પર ખંડણી, હત્યા, બ્લેકમેઇલિંગ અને છેતરપીંડી સહિતના કેસો દાખલ હતાં. બોલિવુડના કલાકારો પાસેથી પણ ખંડણી માંગવાનાં કેસો નોંધાયા છે. તેની સામે ૨૦૦ મુદ્દાઓને લઇને રેડ કોર્નર નોટિસ ઇશ્યુ થઇ છે. ગુજરાતનાં ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેને રવિ પુજારાએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

ગુજરાત એટીએસના અધિકારીઓનાં જણાવ્યા મુજબ પૂજારાએ છેલ્લા ઘણા સમયથી ઉધોગપતિઓ, રાજકારણીઓ, અને અન્ય ઘણા લોકોને ખંડણી માટે ધાક-ધમકી ભર્યા ફોન કોલ્સ કર્યા હતાં. તેને સિમેન્ટનાં ઉધોગપતિને ધમકી આપી હતી. પુજારાએ ગુજરાતમાંથી ૫૦ કરોડથી વધુ રૂપિયાની ખંડણીઓ ઉધરાવી હતી.પૂજારા સુરક્ષાઓની વચ્ચે રહેતો હતો. પુજારા સામાન્ય રીતે ૪ શસ્ત્ર બોડીગાર્ડસ સાથે રહેતો હતો. અધિકારીઓએ જણાવ્યુ કે અમે સેનેગલ પોલીસની મદદ લઇને તેને અંગે પુરાવાઓ આપી જરૂરી દસ્તાવેજો આપ્યા હતાં. ગેંગસ્ટર ચાની કીટલી પર કામ કરતો.

પૂજારા ૮૦ના દાયકામાં મુંબઇમાં અંધેરીની ચાની દુકાન પર કામ કરતો હતો.

જયાંથી વિનોદ માસ્તર અને રોહિત વર્મા જેવા ગુંડાઓને ચા પહોંચાડતો હતો. જયારે વર્માએ બાલા ઝાલ્ટેની હત્યા કરી હતી. ત્યારે પૂજારાએ ફકત શસ્ત્રો પૂરા પાડયાં હતાં. બાદમાં તેને ગેંગસ્ટરો સાથે બેસવાનું ચાલુ કર્યુ હતું. બાદમાં તે દાઉદ ઇબ્રાહિમ અને છોટા રાજન સાથે જોડાયો હતો.

રવિ પુજારી એક સમયે છોટા રાજન માટે કામ કરતો હતો.

પહેલા આ બન્ને ૧૯૯૦ સુધી દાઉદ ઇબ્રાહિન સાથે કામ કરતો હતો. છોટા રાજને નવેમ્બર ૨૦૧૫માં ઇન્દોનેશિયાથી પકડાયો હતો. જે અત્યારે જેલમાં છે. સેનેગલની સુપ્રિમ કોર્ટેમાં પ્રત્યાર્પણની વિરુદ્વ પુજારાની અરજી ફગાવી દીધી હતી. જેથી પુજારા પાસે કોઇ કાયદાકીય રસ્તો નહતો બચયો.

ઉલ્લેખનીય છે કે ,રવિ પૂજારાને ભારત લાવવાનાં તમામ દસ્તાવેજો પૂર્ણ થઇ ગયા છે. રવિ પૂજારાને ભારત લાવીને કર્ણટક પોલીસનાં કબ્જામાં રાખવામાં આવશે. રવિ પૂજારા સેનેગલમાં પાદરી એન્ટોની ફર્નાન્ડિઝના નામે પાસપોર્ટ બનાવીને રહેતો હતો. આ પાસપોર્ટ ૧૦ જુલાઇ ૨૦૧૩નાં રોજ જારી કરવામાં આવ્યો હતો. જે ૮ જુલાઇ ૨૦૧૩ સુધી માન્ય હતો. પાસપોર્ટ મુજબ તે કમર્શિયલ એજન્ટ છે જે સેનેગલ, બુર્કિનાં ફાસો અને તેના આસપાસના દેશોમાં નમસ્તે ભારત નામની રેસ્ટોરન્ટો ચલાવતો હતો.

Leave a Reply

Your email address will not be published.