///

IND vs AUS: ઓસ્ટ્રેલિયા ટીમને ઝટકો, આ બંને પ્લેયર બીજી ટેસ્ટમાંથી થયા બહાર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી બીજી ટેસ્ટ મેચમાં કાંગારુઓને મોટો ઝટકો લાગ્યો છે. 26 ડિસેમ્બરે મેલબોર્નમાં યોજાનારી બોક્સીંગ ડે ટેસ્ટમાં ડેવિડ વોર્નર બહાર થઇ ગયો છે. એટલું માત્ર નહીં, આ મેચમાંથી ઓસ્ટ્રેલિયન સ્ટાર ખેલાડી સીન એબોટ પણ બહાર થઈ ગયો છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા એ આ અંગે માહિતી આપી છે. તેઓએ કહ્યું છે કે વોર્નર અને એબોટ ત્રીજી ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમમાં જોડાશે. સીએએ નિવેદનમાં કહ્યું કે, એનએસડબલ્યૂ હેલ્થ દ્વારા બનાવવામાં આવેલા વિશિષ્ટ હોટસ્પોર્ટથી બહાર થવા પર ‘ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેના જૈવ-સુરક્ષિત પ્રોટોકોલ હેઠળ બોક્સીંગ ડે ટેસ્ટ માટે ટીમમાં તેમનો સમાવેશ કરતું નથી.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા એ કહ્યું કે, ડેવિડ વોર્નર ટીમ ઇન્ડિયાની સામે વન-ડે સિરીઝમાં ઈજાગ્રસ્ત થયો અને તે હજી સુધી ગંભીર ઇજાથી બહાર આવી શક્યો નથી. તેવામાં તે બીજી ટેસ્ટ મેચમાં સામેલ થઈ શકશે નહીં. જ્યારે સીન એબોટ ઓસ્ટ્રેલિયા માટે ભારત એની સામે પ્રેક્ટિસ મેચ દરમિયાન કાફ ઇન્જરીનો શિકાર થયો હતો. તે તેનાથી બહાર આવી ચુક્યો છે. પરંતુ બોક્સિંગ ડે ટેસ્ટ મેચના સિલેક્શન માટે ઉપલબ્ધ નથી.

ઉલ્લેખનિય છે કે ડેવિડ વોર્નર ટીમ ઇન્ડિયાની સાથે બીજી વન-ડે દરમિયાન ફિલ્ડિંગ કરતા સમયે ઈજાગ્રસ્ત થયો હતો. મહત્વનું છે કે ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમ 0-1થી પાછળ છે. બંને ટીમની વચ્ચે બીજી મેચ 26 ડિસેમ્બર (બોક્સીંગ ડે)થી મેલબર્ન ખાતે રમાશે. ત્યારબાદ ત્રીજી ટેસ્ટ 7 જાન્યુઆરીથી સિડની અને ચોથી ટેસ્ટ 15 જાન્યુઆરીએ બ્રિસ્બેનમાં રમાશે.

Leave a Reply

Your email address will not be published.