////

જમ્મુ કાશ્મીરમાં આજે DDC ચૂંટણીનું પરિણામ થશે જાહેર

જમ્મુ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની 280 બેઠકો પર યોજાયેલી ચૂંટણીની આજે મતગણતરી કરવામાં આવશે. મતગણતરી પર જરૂરી તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશના 20 જિલ્લામાં સવારે 9 કલાકે મતગણતરી શરૂ કરવામાં આવશે.

રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશમાં આઠ તબક્કામાં યોજાનારી ચૂંટણીમાં 450 કરતા અધિક મહિલા ઉમેદવારો સહિત કુલ 2178 ઉમેદવાર મેદાનમાં છે.

પ્રથમ તબક્કાનું મતદાન 28 નવેમ્બરે કરવામાં આવ્યું હતું. જ્યારે અંતિમ તબક્કાનું મતદાન 19 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. કુલ 57 લાખ મતદાતાઓમાંથી 51 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.