//

વડોદરા અકસ્માત : સુરતના એક જ પરિવારના 5 સભ્યોના મોત થતા શોકનો માહોલ

વડોદરાના વાઘોડિયા ચોકડી બ્રીજ પર ટેમ્પો અને ડમ્પર વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 11 લોકોના મોત નિપજ્યાં હતાં. જેમાંથી એક જ પરિવારના 5 સભ્યોના મોત થયા છે.

સુરતના પૂણાગામ વિસ્તાર ખાતે આવેલી આશાનગર સોસાયટીમાં રહેતા હરેશભાઇ જીંજાડા તેમના પરિવારના 9 સભ્ય સહિત 36 લોકો ટેમ્પા મારફતે પાવાગઢ, ડાકોર અને વડતાલ સ્વામિનારાયણ મંદિર જવા માટે રાત્રે નીકળ્યા હતાં. વડોદરા નજીક આવેલા વાઘોડિયા ખાતે ટ્રેલર સાથે અકસ્માત સર્જાતા ટેમ્પોમાં સવાર 11 જેટલા લોકોનું કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. જેમાં સુરતના એક જ પરિવારના 5 સભ્યોના મોત નિપજતા શોકનો માહોલ સર્જાયો હતો. હાલ મૃતક તેમજ પાડોશીઓમાં શોકનું વતાવરણ જોવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.