/

દેવભૂમિ દ્વારકામાં એક જ પરિવારની ત્રણ મહિલાઓ ઝેરી દવા પી આપઘાત કર્યો

માતા-પુત્રી અને સાસુએ આર્થિક પરિસ્થિતિથી કંટાળીને સામૂહિક આપઘાત કર્યો

Death of three women of the same family in Devbhoomi Dwarka

દેવભૂમિ દ્વારકામાં એક જ પરિવારના ત્રણ મહિલાએ ઝેરી દવા ગટગટાવી લેતા ભારે ચકચાર જોવા મળી રહી છે. મુસ્લિમ પરિવારની માતા-પુત્રી અને સાસુએ આર્થિક પરિસ્થિતિથી કંટાળીને સામૂહિક આપઘાત કર્યો છે. આ બનાવની જાણ પોલીસને થતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આપઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી અનુસાર, મૂળ જામનગરનો પરિવાર છેલ્લા એક અઠવાડિયાથી દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં રહેવા આવ્યો હતો. ગાયત્રીનગર કબ્રસ્તાન પાસેના વિસ્તારમાં દીકરી સાહિસ્તા નૂરમમાદ શેખ (ઉં વ.18), માતા નૂરજહાબાનું નૂરમામદ શેખ (ઉં વ. 42), અને સાસુ નમબાનુ સરવણિયા (ઉં વ. 63)એ એકસાથે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે.

આ અંગે પોલીસને જાણ થતાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને મૃતક માતા-પુત્રી અને સાસુના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી આત્મહત્યાનું મૂળ કારણ શોધવાની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.