/

ખેડુત માટે આંનદો ! ખેડુતો કઈ રીતે APMCની બહાર પણ પાક વહેચી શકશે

ભાજપ સરકારે આગામી ૧ વર્ષમાં રાજયમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી જાતવા માટે ગુજરાત એગ્રિકલ્ચર પ્રોડયુસ માર્કેટ એકટમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. ભાજપે વિધાનસભા સત્રમાં સુધારા સાથેનું બિલ ખેડુતોને ખુશ કરવા માટે તેમજ ચુંટણી જાતવા માટે આવ્યુ હોવાનું માનવામાં આવ્યુ છે. APMCમાં સુધારા બિલમાં રજુ કરવામાં આવ્યુ કે, ખેડુતોને માત્ર એગ્રિકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટિમાં જ પોતાની પંદાશ વેચવા પરના પ્રતિબંધ હટાવી દીધા છે. ખેડુતો રાજયમાં કોઇ પણ જગ્યાએ પોતાની ખેત પ્રોડકટ વેચી શકશે. સરકારે APMCની જેમ પ્રાઇવેટ ભાગીદારીથી સ્પર્ધામાં નવા લોકો આવે તે માટે નિર્ણય લીધો છે. ખેડુતો પોતાની ઉપજ જયાં વધાારે પૈસા મળશે ત્યાં વહેંચી શકશે. ખેડુતો પાસે પોતાની પ્રોડકટ વહેંચતા વધારે ઓપસન હશે. જેથી ખેડુતોનર્થ્ર્થિક સ્થિતિમાં સુધારો આવી શકશે. વિધાનસભામાં રજુ કરેલા સુધારા બિલમાં કાયદામાં અન્ય સુધારો કરીને એક વ્યકિતને માત્ર એક એપીએમસીમાં રજીસ્ટ્રેશન કરવા પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. ખેડુતો હવે એક સાથે વધારે એપીએમસીમાં રજીસ્ટેશન કરાવી શકશે. ખેડુતોના પાક વહેંચવાના વધારે ઓપ્શન હશે.

Leave a Reply

Your email address will not be published.