///

હવે ડ્રગ્સ માફિયાઓની ખેર નહીં, નવી ઈન્ટરસેપ્ટર બોટ C-454 અર્પણ

રાજ્યમાં ભારતનો સૌથી વધુ 1600 કિલોમીટર દરિયાઈ કાંઠો આવેલો છે. આ દરિયા કાંઠામાંથી ડ્રગ્સ માફિયા, એન્ટી નેશનલ એલિમેન્ટ, સ્મગલર માટે પ્રવેશ કરવું સરળ બની જાય છે. આ તમામની યોજનાને સ્વદેશી કંપની મેસર્સ એલએન્ડટી જેટ્ટી, હજીરા દ્વારા તૈયાર ઇન્ટરસેપ્ટર બોટ C-454 નિષ્ફળ બનાવે છે. જેમાં આજે વધુ એક બોટ ખાતે ભારતીય તટરક્ષક દળ અર્પણ કરાઈ છે. જેથી હવેથી ડ્રગ્સ માફિયા, ઘૂસણખોર, આતંકીઓની સમુદ્રમાં હિલચાલ ઉપર સરળતાથી બાજ નજર રાખી શકાશે. આત્મનિર્ભર ભારતના મિશનને ઇન્ટરસેપ્ટર બોટ C-454 વધુ પ્રબળ બનાવે છે. આજે આ સિરીઝની છેલ્લી બોટ સુરત ખાતે અર્પણ કરવામાં આવી છે.

સર્વલેન્સ, રડાર અને હથિયાર સાથે લેસ આ બોટના કારણે તટ રક્ષકોને અનેક ઉપલબ્ધિઓ મળી છે. લાઈટર મટીરિયલને કારણે આ બોટ ઝડપથી સમુદ્રમાં ફરી શકે છે. ઓછા બજેટમાં તૈયાર થયેલી આ બોટના કારણે દુશ્મન દેશમાંથી આવનાર ડ્રગ્સ માફિયા, ઘૂસણખોર, આતંકીઓની સમુદ્રમાં હિલચાલ ઉપર સરળતાથી નજર રાખી શકાય છે.

તટ વિસ્તાર માટે જરૂરી છે આ બોટ

  • આજે સીરિઝના છેલ્લા બોટને સુરત હજીરા ખાતે અર્પણ કરવામાં આવી છે. જેમાં તટ રક્ષકના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતાં. આ બોટ હવેથી ગુજરાતના તટ વિસ્તારમાં બાજ નજર રાખશે અને સુરક્ષા કરશે.
  • મેસર્સ એલ એન્ડ ટી, હજીરા (સુરત) ખાતે ભારતીય તટરક્ષક દળ ઇન્ટરસેપ્ટર બોટ C-454ની નિયુક્તિ થઈ.
  • ભારતીય તટરક્ષક દળ ઇન્ટરસેપ્ટર બોટ (IB) ICGS C-454 સુરત સ્થિત મેસર્સ લાર્સન એન્ડ ટુર્બો દ્વારા ડિઝાઇન કરીને તૈયાર કરવામાં આવી છે
  • 27 મીટર લંબાઇ અને 1.4 મીટરનું સરેરાશ ડ્રાફ્ટ ધરાવતી IB અદભૂત સીકિપિંગ, ગતિશીલતા ધરાવે છે
  • તેની મહત્તમ ઝડપ 45 નોટિકલ માઇલ (83 કિમી/ કલાક) છે
  • 500 નોટકિલ માઇલની રેન્જ સુધી જવાની ક્ષમતા ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published.