/

મહેસાણામાં નાયબ મુખ્યપ્રધાનના હસ્તે અધધ… કરોડના ખાતમુહર્ત અને લોકાર્પણ

રાજ્યમાં અનેક વિકાસના કામના ખાતમુહર્ત થઇ રહ્યાં છે. આ વચ્ચે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે મહેસાણામાં 141 કરોડના વિકાસના કામના ખાતમુહર્ત કર્યા હતાં.

આ તકે શહેરમાં 65 કરોડના ખર્ચે નિર્માણ પામનારા અમદાવાદ-મહેસાણા-પાલનપુર હાઇવે પર મહેસાણા શહેરના મોઢેરા ચાર રસ્તા ખાતે સરદાર પટેલ અંડર પાસનું નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આ ઉપરાંત 38 કરોડના ખર્ચે મહેસાણા-પાલાવાસણા સર્કલથી રામપુરા સર્કલ વચ્ચે આવેલા રેલ્વે ક્રોસિંગ પર ભારત સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી ચાર માર્ગીય રેલ્વે ઓવરબ્રિજનું પણ ખાતમુહૂર્ત કર્યુ હતું.

આ ઉપરાંત 28 કરોડના ખર્ચે નિર્મિત મહેસાણા તાલુકાના જગુદણ રેલ્વે ક્રોસિંગ પર રેલ્વે ઓવરબ્રીજનું લોકાર્પણ અને 8 કરોડના ખર્ચે નિર્મિત મહેસાણા-ગાંધીનગર લીંક રોડ ઉપર માનવ આશ્રમ ચાર રસ્તાથી સાંઇબાબા મંદિર વચ્ચે આવેલા ખારી નદી પર ઓવરબ્રિજનું લોકાર્પણ તેમજ રૂપિયા 2 કરોડ 50 લાખના ખર્ચે નિર્માણ પામનારા મહેસાણા તાલુકા ખાતે રૂપેણ નદી પર પુલનું ખાતમુહૂર્ત નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલના હસ્તે કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published.