///

દિપ- જ્યોત પ્રગટ કરવા જીતુ વાઘાણીની અપીલ, કહ્યું પીએમના આદેશને એકતામંત્ર તરીકે પાલન કરીએ

કોરોના વાયરસના સંક્રમણથી બચવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે 9 કલાકે 9 મીનિટ માટે લાઈટો બંધ રાખી દિપ- જ્યોટ પ્રગટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી દ્વારા પણ લોકોને દિપ-જ્યોત પ્રગટાવવાની અપીલ કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ભાજપના તમામ કાર્યકર્તાઓ અને નાગરિકોને દિપ- જ્યોટ પ્રગટ કરવાની સાથે મંદિરોમાં પણ દિપ- જ્યોત પ્રગટ કરી એકતા બતાવવાની અપીલ કરી છે. વેપારી મંડળો, લોક સાહિત્ય કારો, સાધુ સંતોને પણ વડાપ્રધાન મોદીના આદેશને પાલન કરવાની વિનંતી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.