/

સૌરાષ્ટ્રના ઝાલાવાડમાં પહોંચ્યો દીપડો !

જામનગરમાં કાલાવડ તાલુકાના હંસ્થળ અને રવેસીયા ગામે ફરીથી દિપડો દેખાયો હતો. જેને લઇને ગ્રામજનોમાં ફફડાત જોવા મળયો હતો. ગ્રામજનોએ વનવિભાગને દિપડો દેખાયો હોવાની જાણકારી પણ આપી છે. તેમજ ગ્રામમાં  આગેવાનોએ ગ્રામજનોએ બહાર નીકળવાની તેમજ તકેદારી રાખવાનું જણાવ્યુ હતું.

જામનગરનાં કાલાવડ તાલુકામાં હંસ્થળ અને રવેસીયા ગામે દીપડો દેખાયો હતાં. રાત્રીના સમયે એક ખેત મજુર પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો. દરમિયાનમાં ખેતમજુરે દીપડાને જોયો તેમજ તેનો ફોનનાં કેમેરામાં ગ્રામજનો તેમજ વનવિભાગને માહિતી આપવા માટે ફોટો પાડી લીધો હતો. જેના કારણે આસપાસના ગામોમાં ભયનો માહોલ સર્જાયો છે. દીપડાના પગના પંજાનાં નિશોનો પણ જોવા મળયા હતાં. તેમજ સતત ૨ દિવસ સુધી દીપડો દેખાયો હોવાનું જાણવા મળયુ છે. હંસ્થળ અને રવેસીયા  સહિતના ગ્રામ્ય વિસ્તારો નજીક ડુંગળો હોવાથી અનેક વખત દિપડો દેખાયા હોવાનું ગ્રામજનોએ રટણ કર્યુ છે. જેને લઇને દીપડાને પકડવાની કામગીરી હાથધરી છે. 

Leave a Reply

Your email address will not be published.