///

રક્ષામંત્રી રાજનાથ સિંહે કરી શસ્ત્ર પૂજા, જવાનો સાથે ઉજવ્યો વિજયાદશમીનો તહેવાર

આજે વિજયાદશમી હોવાથી રક્ષામંત્રી રાજનાથ સિંહે દાર્જિલિંગમાં આવેલા સુકના વોર મેમોરિયલ પર શસ્ત્ર પૂજા કરી છે. ઉપરાંત રાજનાથસિંહે ફોરવર્ડ બ્લોકમાં સેનાની તૈયારીઓની સમીક્ષા પણ કરી છે.

જોકે આ અગાઉ રાજનાથ સિંહે ટ્વીટ કરીને લખ્યું હતું કે, હાલ હું બે દિવસ માટે પશ્ચિમ બંગાળ અને સિક્કિમના પ્રવાસે છું તેમજ દાર્જિલિંગ જઉ છું. જ્યાં ફોરવર્ડ એરિયાની મુલાકાત દરમિયાન સૈનિકોને મળીશ. આ વખતે સિક્કિમ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા બનાવવામાં આવેલી સડકનું ઉદ્ધાટન પણ કરીશ.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, પ્રથમવાર એવું બની રહ્યું છે કે, એલએસી પર શસ્ત્ર પૂજા કરવામાં આવી રહી છે. રક્ષામંત્રીએ દશેરાની શુભકામનાઓ આપતી ટ્વીટ પણ કરી. જેમાં તેમણે કહ્યું કે ‘તમામ દેશવાસીઓને વિજયાદશમી પર્વની હાર્દિક શુભકામનાઓ. આજના આ પાવન અવસરે હું સિક્કિમના નાથુલા વિસ્તારમાં જઈને ભારતીય સેનાના જવાનોને મળીશ અને શસ્ત્ર પૂજન સમારોહમાં પણ હાજર રહીશ.’

Leave a Reply

Your email address will not be published.