રક્ષા મંત્રાલયે સેનાની ત્રણેય પાંખ માટે 28,000 કરોડ રૂપિયાની કિંમતના હથિયાર અને સૈન્ય ઉપકરણ ખરીદવાની ગુરૂવારે મંજૂરી આપી છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતુ કે આ ખરીદને તેવા સમયે મંજૂરી આપવામાં આવી છે જ્યારે ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં સરહદ પર લાંબા સમયથી ગતિરોધ ચાલી રહ્યો છે.
Raksha Mantri chaired the meeting of Defence Acquisition Council (DAC) today clearing the acquistion proposals worth Rs 28000 Crore of which acquisitions worth Rs 27000 Crore is to be sourced from the Indian industry.
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) December 17, 2020
અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતુ કે, મંજૂર કરવામાં આવેલા મોટાભાગના હથિયારો અને સૈન્ય ઉપકરણોને ઘરેલૂ ઉદ્યોગોથી ખરીદવામાં આવશે. રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, ‘રક્ષા મંત્રાલય રાજનાથ સિંહના નેતૃત્વમાં રક્ષા ખરીદ પરિષદ એટલે કે Defence Acquisition Council (ડીએસી)એ ઘરેલૂ ઉદ્યોગથી 27,000 કરોડ રૂપિયાના ખરીદ પ્રસ્તાવોને મંજૂરી આપી છે.
અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, રક્ષા મંત્રાલયની ખરીદ પર નિર્ણય લેનારા સર્વોચ્ચ એકમ ડીએસીએ ખરીદના કુલ 7 પ્રસ્તાવોને મંજૂરી આપી છે. મંત્રાલયે કહ્યું, 28,000 કરોડ રૂપિયાના સાત પ્રસ્તાવોમાંથી છ પ્રસ્તાવ 27,000 કરોડ રૂપિયાના છે. તે હેઠળ ‘મેક ઇન ઈન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને પ્રોત્સાહન આપવા માટે ભારતીય ઉદ્યોગને એઓએન (સ્વીકાર્યતા મંજૂરી) આપવામાં આવશે.
ખરીદ પ્રસ્તાવોમાં ડીઆરડીઓ તરફથી તૈયાર વાયુ સેના માટે પૂર્વ ચેતવણી સિસ્ટમ (હવાઈ જહાજોની હાજરી વિશે), નૌસેના માટે આગામી પેઢીના પેટ્રોલ જહાજ અને થલ સેના માટે મોડ્યૂલર બ્રિગેડ પણ સામેલ છે.