//

દિલ્હી કેપિટલ્સ પહેલીવાર પહોંચ્યું ફાઇનલમાં, 10 નવેમ્બરે મુંબઈ સામે ટક્કર

IPLના 13મી સીઝનના ક્વાલિફાયર-2ની મેચમાં દિલ્હી કેપિટલ્સ જીત્યું છે. રવિવાર અબુ ધાબીમાં રમાયેલી મેચમાં દિલ્હીએ સનરાઇઝર્સ હૈદરાબાદને 17 રને હરાવ્યું હતું.

દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવતાની સાથે જ દિલ્હી પહેલી વખત ફાઇનલમાં પહોંચ્યું છે. 190 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સની ટીમે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 172 રન જ બનાવી શકી. માર્કસ સ્ટોઇનિસ(3-0-26-3)એ સનરાઇઝર્સે ત્રણ ઝટકા આપ્યા, જેમાં કેન વિલિયમસનની મહત્વની વિકેટ પણ સામેલ છે. રબાડા(4-0-29-4)એ ચાર વિકેટ લઇને દિલ્હીની જીત નક્કી કરી.

આ ખુબ જ મહત્વની જીત સાથે દિલ્હી કેપિટલ્સ ઇતિહાસમાં પહેલી વખત આઇપીએલની ફાઇનલ મેચમાં રમશે. હવે ફાઇનલ મેચમાં 10 નવેમ્બરે દુબઈમાં દિલ્હીની ટક્કર ચાર વખતની ચેમ્પિયન રહી ચુકેલી મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે.

Leave a Reply

Your email address will not be published.