/

વૈશ્વિક મહામારીના ભય વચ્ચે માંગરોળમાં દવાનો છટકાવ

રાજેન્દ્ર પોપટ
માંગરોળ

આજે 22મી માર્ચે એટલે જનતા કર્ફ્યુ તરીકે અમલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી હતી જેમાં આવશ્યક ચીજ વસ્તુ અને ઇમર્જન્સી સેવાઓ સિવાયની તમામ સેવાઓ પર રોક લાગી ગયેલી હતી તેવા સમયે માંગરોળ નગરપાલિકા દ્રારા સતત લોકોના આરોગ્યની ચિંતા કરતી પાલિકાએ વ્યાપાર ધંધાના વિસ્તાર અને રહેણાક વિસ્તારમાં ચોકકના બનીને દવાનો છટકાવ કરી કોરોના વાયરસ થી લોકોને બચાવવા સફાઈ કરી દવાનો છટકાવ કર્યો હતો.

લોકો આજે કોરોના વાયરસના ભયના ઓઠા હેઠળ ઘરમાં પુરાઈ રહ્યા છે ત્યારે માંગરોળ પાલિકાના કર્મચારીઓ લોકોની સુખાકારી અને આરોગ્યની ચિંતા કરી તેમના વિસ્તાર માં પ્રથમ સફાઈ કરી હતી અને બાદ માં દવાનો છટકાવ કરી લોકોનું આરોગ્યના જોખમાય અને પોતાના આરોગ્યની ચિંતા છોડી પ્રજાના આરોગ્યની ચિંતા માં લાગી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published.