/

સ્ટેન્ડઅપ કોમેડિયન સામે કોર્ટની અવમાનનાની કાર્યવાહી કરવા માગ

ખાનગી ચેનલના સંપાદક જેલમાંથી છૂટ્યા તે મામલે મુંબઈના વકીલ રિઝવાન સિદ્દીકીએ એટોર્ની જનરલને પત્ર લખી સ્ટેન્ડઅપ કોમેડિયન કૃણાલ કામરા સામે કોર્ટની અવમાનનાની કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે.

ઉલ્લેખનિય છે કે સુપ્રીમ કોર્ટે અર્નબ ગોસ્વામીને બુધવારે જામીન આપ્યા હતાં. જે અંગે કૃણાલ કામરાએ અર્નબ ગોસ્વામીને જામીન આપવા પર સુપ્રીમ કોર્ટની ટીકા કરી હતી.

સુપ્રીમ કોર્ટે વર્ષ 2018માં ઈન્ટિરિયર ડિઝાઈનર અન્વય નાઈકે કથિત રીતે કરેલી આત્મહત્યા માટે ઉશ્કેરવાના મામલામાં ખાનગી ચેનલના સંપાદકના જામીન મંજૂર કર્યા હતા. અર્નબ ગોસ્વામીને બુધવારે સાંજે નવી મુંબઈની તલોજા જેલમાંથી છોડવામાં આવ્યા હતાં. મુખ્ય સંપાદકની પોલીસે 4 નવેમ્બરે ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.