///

કોરોનાકાળમાં ડીટરજન્ટ પાવડરને પછડાટ આપીને હાઈજીન પ્રોડક્ટ્સની માંગ વધી

કોરોના મહામારીના કારણે હાઈજીન પ્રોડકટસની માંગમાં ઉછાળા નોંધાયો છે. તો સાથે જ ડીટરજન્ટને પછડાટ આપ્યો હોય તેવું લાગે છે. જેનું એક કારણ કદાચ એ પણ હોય શકે છે કે ગ્રાહકોને તેમના ખર્ચાળ ઓફીસ ફોર્મલવેર (વસ્ત્રો)ને કબાટમાં મુકી દેવાની ફરજ પડી છે. વર્ક ફ્રોમ હોમ અને હળવા મળવાની તકો ના આપવાના કારણે મોટાભાગના લોકો ચડ્ડી, લોન્જ, પાયજામા અને ટી-શર્ટની મોકળાશમાં મોટાભાગનો દિવસ ગાળી રહ્યા છે. કેમ કે આવા વસ્ત્રોને દરરોજ ધોવા પડતા નથી.

દેશના મોટા લોન્ડ્રી પાવડર મેકર હિન્દુસ્તાન યુનિલીવરએ જણાવ્યું હતું કે, લોકો ઘરમાં પુરાઈ રહ્યા હોવાથી લોન્ડ્રી ક્નઝેપ્મ્શન ઘટયુ છે. લોકો જયારે ઘર બહાર નીકળતા ત્યારે ટોપ-અપ પરચેસીઝ પૈકી કેટલીક ખરીદી અપેક્ષિત સ્તરે પાછી ફરી નથી. કંપનીએ સપ્ટેમ્બર કવાર્ટરમાં વેચાણમાં 16%નો અને નફામાં 9% વધારો દર્શાવ્યો હતો.

આ ઉપરાંત પાવડર ડીટરજન્ટ મની વેચાણ વૃદ્ધિ એપ્રિલ-સપ્ટેમ્બર ગાળામાં ઘટી, એટલે કે 7% થઈ હતી. આગલા વર્ષે સમાન ગાળામાં વેચાણ વૃદ્ધિ 12% હતી. એવી જ રીતે 2019માં 32% વૃદ્ધિ સામે આ વર્ષે લિકિવડ ડીટરજન્ટનું વેચાણ માત્ર 13%ના દરે વધ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.