//

ખેડૂતોને પાક ધિરાણની રકમ ભરવા રાહત આપવા પરેશ ધાનાણીની માંગ

કોરોનામાં ખેડૂતોની કપરી પરિસ્થિતિ બની ગયેલ છે ખેડૂતોએ પાક ધિરાણ લીધેલ છે તેમની મુદત 31 માર્ચ છે તે મુદતમાં વધારો કરી 31 જૂન સુધી કરી આપવા સરકારમાં માંગ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ કરી છે.કોરોનાની મહામારીમાં સમગ્ર રાજ્યના ખેડૂતો આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે ખેડૂતો દેવાના બોજ તળે દબાઈ ગયા છે. ખેડૂતો પોતાના પાક બચાવવા અને નવું વાવેતર કરવા જુદી જુદી સહકારી મંડળીઓ પાસે થી પાક ધિરાણ મેળવી ઉત્પાદન કરતા હોઈ છે પરંતુ આજે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તેમને રાહત આપવા અને મુદતમાં વધારો કરી 31 જૂન સુધી રાહત આપવા ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ ના નેતા એ સરકાર પાસે માંગ કરી છે. ધાનાણીએ કહ્યું હતું કે કોરોનાની મહામારીથી પીડિત સમગ્ર રાજ્યમાં હાલ કુદરતી આપત્તિનો સામનો કરી રહેલા ખેડૂતો દેવાના બોજ તળે ખુદ જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે તેમણે લીધેલું ખેત-ધિરાણ પરત ચુકવવાની મુદ્દત ૩૧ માર્ચના બદલે ૩૦ જુન સુધી લંબાવવા તથા તેના ઉપરનું વ્યાજ સંપૂર્ણ માફ કરવા માટે સરકારને વિનંતી કરું છું.

Leave a Reply

Your email address will not be published.