//

વાઘોડિયા અકસ્માત : સમાજના આગેવાનોની માગ, મૃતકોના પરિજનોને યોગ્ય વળતર મળે

વડોદરા ખાતે વાઘડિયા હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સુરતના 11 જેટલા લોકોના મોત નિપજયા હતાં. આ તમામ આહિર સમાજના લોકો આઇસર ટેમ્પોમાં પાવાગઢ અને વડતાલ મંદિરના દર્શન કરવા સુરતથી નીકળ્યા હતાં. અકસ્માત સર્જાતા 11 લોકોના મોત નિપજ્યા હતાં. આહિર સમાજના આગેવાનોએ ઘટના બાદ શોક બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ પહોંચ્યા હતાં. ત્યારે સમાજના આગેવાનોએ મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર મળી રહે તેવી માગ કરી હતી.

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આહિર સમાજના આગેવાનો સાથે શોક બેઠકમાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ ઘટના કેવી રીતે બની તેની તમામ જાણકારી મેળવી હતી. પ્રદેશ પ્રમુખે આ ઘટનાને ખૂબ જ દુઃખદ ગણાવી હતી. આહિર સમાજના આગેવાનોને આશ્વાસન આપ્યું હતું કે, સરકાર યોગ્ય વળતર મૃતકોના પરિવારજનોને આપશે સાથે પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે ઘટના બાદ ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળી રહે તે માટે તેઓએ ડોકટરોની એક ટીમને ઘટનાસ્થળે મોકલી હતી. વડાપ્રધાન મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યા હોવાનું પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું.

આ ઘટનાના કારણે આહિર સમાજને આઘાત પહોંચ્યો છે. સમાજના આગેવાનોએ તાત્કાલીક પાર્ટીને રજૂઆત કરી હતી કે મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર મળી રહે.

Leave a Reply

Your email address will not be published.