/

બટેટા, ડુંગળી અને તુવેર દાળની આયાત રોકવા કિસાન સંઘની માગ

તહેવારોના સમયે બટેટા, ડુંગળી અને તુવેર દાળના ભાવ આસમાને પહોંચ્યાં છે. ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા તેની આયાતને રોકવા માટે માગ કરવામાં આવી છે.

કિસાન સંઘનું કહેવું છે કે જો હાલમાં તેની આયાત કરવામાં આવી તો ખેડૂતોને બટેટા, ડુંગળી અને તુવેરની દાળના બજારભાવ નહી મળે. તેઓ આમ પણ લીલા દુકાળનો ભોગ બન્યા છે, ત્યારે જો તેની આયાત કરવામાં આવી તો તેઓ માટે આ પડતા પર પાટુ જેવી પરિસ્થિતિ હશે. તાજેતરમાં સરકાર દ્વારા ડુંગળી અને બટેટાની આયાતના પગલે તેના ભાવ ઘટવા માંડ્યા છે.

ફક્ત વેપારીઓને જ બટેટા, ડુંગળી અને તુવેરની દાળના ઊંચા ભાવનો ફાયદો થઈ રહ્યો છે તેવું નથી. ખેડૂતો પણ હાલમાં બટેટા, ડુંગળી અને તુવેરની દાળના ઊંચા ભાવનો ફાયદો મેળવી રહ્યા છે અને પોતાની ખોટને સરભર કરી રહ્યા છે.

સરકારે આમ પણ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ તો મૂક્યો જ છે. તેના લીધે ડુંગળીની નિકાસ કરતાં ખેડૂતોને એક ઝટકો તો લાગી ચૂક્યો છે, હવે તેની આયાત રોકીને સરકાર તેમને વધુ એક ઝટકો આપશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે.

Leave a Reply

Your email address will not be published.