////

વડાપ્રધાનના કાર્યક્રમમાં તૈનાત કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવે: AAP

વડાપ્રધાન મોદીના બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમમાં કાર્યરત નર્મદા જિલ્લાના કર્મચારીઓને ક્વોરન્ટાઈન કરી કોરોના ટેસ્ટ કરવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા નર્મદા જિલ્લા કલેકટરને આ મુદ્દે પત્ર લખી રજુઆત કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટી દ્વારા નર્મદા કલેકટરને લખવામાં આવેલા પત્રમાં રજુઆત કરવામાં આવી છે કે વડાપ્રધાનના કાર્યક્રમમાં તૈનાત 23 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત થયેલા હોવાનું આવ્યું છે. ત્યારે કાર્યક્રમમાં હાજર નર્મદા જિલ્લાના તમામ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવે અને 14 દિવસ સુધી ક્વોરન્ટાઈન કરવામાં આવે, જેથી અન્ય કોઈ વ્યક્તિને કોરોનાની અસરથી બચાવી શકાય.

‘આપ’ પાર્ટીના પત્રમાં વધુમાં જણાવ્યું કે કોરોના ટેસ્ટ અને ક્વોરન્ટાઈનની કાર્યવાહી હાથ ધરવામાં નહિ આવે તો કોરોના સંક્રમણ બાબતની તમામ જવાબદારી નર્મદા કલેકટર, પોલીસ તંત્ર અને સરકારની રહેશે. કોરોના સંક્રમણની હાલ કોઈ દવા પણ ઉપલબ્ધ ન હોય જેથી ક્વોરન્ટાઈન અને કોરોના ટેસ્ટ જરૂરી છે.

આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ કિરણ વસાવા અને અન્ય 10 લોકો દ્વારા પત્ર પર સહી કરી આ મુદ્દે નર્મદા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.