//

પોલીસ અને મીડિયા જેવા કોરોનાના યોદ્ધાઓ માટે ખાસ પેકેજ જાહેર કરવા મોઢવાડિયાની માંગ

ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડીયાએ સરકારને અપીલ સાથે આડે હાથે લીધી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે કોરોના જેવી મહામારી અને આ સંક્રમિત રોગની વચ્ચે પણ મીડિયા, હોસ્પિટલ કર્મચારી , સફાઈ કામદાર અને પોલીસને ખાસ રાહત પેકેજmમળે તેવી માંગ અર્જુન મોઢવાડિયાએ કરી છે. અને રાજસ્થાનના મુખ્યમંત્રીના વખાણ કર્યા હતા. મોઢવાડીયાએ જણાવ્યું હતું કે જનતા કર્ફ્યુ સમયે તાળી અને થાળી વગાડવાના સરકાર બધું જાણતી હતી તો એજ સમયે જ કહી દેવાની જરૂર કે 24મી માર્ચ થી સમગ્ર દેશ લોકડાઉન થશે. તો અલગ અલગ પ્રાંતમાં મજૂરી કામે ગયેલા લોકો અને ગામમાં રહેતા લોકો પુરવઠો મેળવી 21 દિવસની વ્યવસ્થા કરી શકેત પરંતુ અચાનક સરકારે રાત થી જ સમગ્ર દેશ લોકડાઉન કરી જનતાની મુશ્કેલી વધારી છે દેશના લાખો કરોડો લોકો અન્ય રાજ્યોમાં છે.તેમને સમય પણ નથી મળ્યો કે પોતાના વતનમાં પરત પહોંચી શકે અમે પણ લોકડાઉનના સમર્થનમાં છે કોરોના મહામારીથી લોકોના જીવ બચાવવા સરકારની સાથે છે લોકોને અપીલ છે કે સરકારના નિયમનું પાલન કરે સુરક્ષા કર્મચારીઓ ને સહયોગ આપે તે પણ જરૂરી છે.

આજે પોરબદંર થી ઉમરગાંવ સુધીના હજારો માછીમારો રઝળી પડ્યા છે પોતાના ઘરે જવા માટે વલખા મારે છે તેમની વ્યવસ્થા સરકારે કરી આપવી જોઈએ જે રીતે રાજસ્થાન સરકારે ગુજરાતી જનતાને પહોંચાડવા માં જહેમત ઉઠાવી તેવી જહેમત ગુજરાત સરકારે પણ ઉઠાવવી જોઈએ તેથી લોકો હેરાન ના થાય. સરકારે જે જનધન યોજનાના ખાતા માં સહાયની જાહેરાત કરી છે તેમાં 2000 જેટલી રકમ આપવાની માંગ કરી હતી પોલીસ જનતા સાથે કોઈ દુસ્મની નથી કોરોના વાયરસથી બચાવવા સરકારના નિયમનો અમલ કરી રહ્યા છે હાલની પરિસ્થિતિ માં જે સુરક્ષા કર્મચારીઓ અને મીડિયા માટે પણ એક ખાસ પેકેજ જાહેર કરે તેવી માંગ કરી હતી લોકડાઉન સફળ રહે તેવી લોકોને અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.