/

GPSCના વિદ્યાર્થીઓની પરીક્ષા મુલતવી રાખવા માંગ જાણો કેવી પડી રહી છે વિદ્યાર્થીઓને મુશ્કેલી

કોરોનાના કહેરને લઇ હાલ તમામ જગ્યાએ ફફડાટ છે ત્યારે આગામી 29 માર્ચે GPSCની પરીક્ષા યોજવા જઈ રહી છે ત્યારે કોરોનાને લઇ વિદ્યાર્થીઓને અલગ અલગ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હાલ વિદ્યાર્થીઓ હાલ પૂરતી આ પરીક્ષા મોકૂફ રાખવા સરકારને વિનંતી કરી રહ્યા છે. મહત્વની વાત છે કે આગામી 29 માર્ચે પરીક્ષા યોજાશે. ત્યારે આ પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી થશે. જો પરીક્ષાઓ થોડી મોડી લેવામાં આવેતો વિદ્યાર્થી ઓ બેજીજક પરીક્ષા આપી શકે તેવું વિદ્યાર્થીઓ માની રહ્યા છે. હાલ ગાંધીનગરમાં શંકાશબ્દ કેસ નોંધાતા બધું જ ધીરે ધીરે બંધ થાય છે તેવું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. લાઇબ્રેરી અને જમવાની હોટેલ બંધ થતા વિદ્યાર્થી ઓની મુંજવણમાં વધારો થયો છે. વાલીઓ પણ વિદ્યાર્થીઓ ને ઘરે આવી જવાનું દબાણ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓના વાલીઓ તરફ થી માંગ ઉઠી છે કે આગામી પરીક્ષાને નિર્ધારીત સમય થી થોડી મોડી લેવામાં આવે.

Leave a Reply

Your email address will not be published.