////

ગાંધીનગર: કાયમી કરવાની માંગ સાથે કોરોના વોરિયર્સનું પ્રદર્શન

રાજ્યમાં આજે સિવિલ હોસ્પિટલના લેબ ટેક્નિશિયન અને લેબ આસિસ્ટન્ટ કાયમી કરવાની માંગ સાથે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. પરંતુ કોરોનાકાળમાં કપરી કામગીરી બજાવનાર આ કર્મચારીઓ જ્યારે પોતાના હક માટે સરકાર સામે પહોંચ્યા તો તેઓની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર ભરતી મુદ્દે ગુજરાતમાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. તમામ કર્મચારીઓની ગુજરાત સરકાર સામે નોકરીમાં કાયમી કરવાની માંગ ઉઠી છે.

ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં કાર્યરત લેબ ટેકનેશિયન અને લેબ આસિસ્ટન્ટ ભરતીના 7 વર્ષ થયાં છતાં કાયમી નિમણૂંક નહીં આપતા વિરોધ પર ઉતર્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા વર્ગ 3ના કર્મચારીઓની 2013માં ભરતી કરવામાં આવી હતી. પરંતુ રાજ્યમાં 450થી વધુ કર્મચારીઓની ભરતીને 5 વર્ષથી વધુ સમય થવા છતાં કાયમી નિમણૂક ન અપાતા તેઓ રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યા હતા.

કોરોના કાળ દરમિયાન કરેલી કામગીરી જો પ્રોત્સાહિત કરવી હોય તો કાયમી નિમણૂક આપવાની માંગણી તમામ દ્વારા કરવામાં આવી હતી. તો બીજી બીજુ શાંતિપૂર્વક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને વિરોધ કરી રહેલા કર્મચારીઓની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી. સાથે જ તેઓને ખીચોખીચ રીતે પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા હતા. આ અંગે પોતાની માંગ સરકાર સામે રજૂ કરતા એક કર્મચારીઓએ કહ્યુ હતું કે, અમારી સાથે અન્યાય થયો છે. અમે અહીં ન્યાય માંગવા આવ્યા, પણ અમને પોલીસે પકડી લીધા છે. કોરોના વોરિયર્સ સાથે આવો અન્યાય કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.