///

નાયબ મુખ્યપ્રધાન વિરૂદ્ધ ગાંધીનગરમાં દેખાવો, પોલીસે કરી અટકાયત

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મોરબીની પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન જાતિવાચક શબ્દનો પ્રયોગ કર્યો હતો. જેના પગલે આજે ગાંધીનગર જિલ્લા પંચાયત સામે નીતિન પટેલ વિરૂદ્ધ દેખાવો કરાયા હતો. ગાંધીનગરમાં આજે સ્વયં સેવા દળે રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો. આ રેલી અંગે કોઈ મંજૂરી લીધી ન હોવાથી પોલીસ દોડી આવી હતી.

મોરબીની ચૂંટણી સભા બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા સોશિયલ મીડિયા પર જાતિ વાચક શબ્દને પાછા ખેંચવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. ત્યારબાદ નાયબ મુખ્યપ્રધાને આ બાબતે માફી પણ માંગી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વયં સૈનિક દળે માંગ કરી છે કે જ્યારે કોઈ સામાન્ય માણસ જાતિવાચક શબ્દો બોલે છે, ત્યારે તેની વિરૂદ્દ કાયદાકીય પગલાં લેવામાં આવે છે, પરંતુ નાયબ મુખ્યપ્રધાન જેવા વ્યક્તિ દ્વારા અને રાજનેતા દ્વારા આ શબ્દો બોલ્યા પછી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સામે પગલાં ભરવા જોઈએ તેવી સ્વયં સૈનિક દળના આગેવાન ચંદ્રમણી દ્વારા માંગણી કરવામાં આવી છે. જોકે જિલ્લા પંચાયત સામે કોઈપણ જાતની મંજૂરી વગર રેલી કાઢવાનો પ્રયત્ન કરતા ગાંધીનગર પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.