////

રાજકોટ કોવિડ હોસ્પિટલમાં આગ મામલે નાયબ મુખ્યપ્રધાને કહ્યું…

રાજકોટની આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી હતી. જેમાં 5 લોકોના મોત થયા છે. ત્યારે નાયબ મુખ્યપ્રધાને રાજકોટની શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરીને દુઃખ વ્યક્ત કરીને મહત્વની વાત જણાવી છે.

આ અંગે નીતિન પટેલે જણાવ્યું કે, આગની ઘટનામાં કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં જ આગની અસર થઈ છે. 1 કલાકની અંદર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. તો ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી. અને મનપા અધિકારીઓ પણ પહોંચી ગયા હતા. આ આગની દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે. જેમાં 26 દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ ઉપરાંત એ. કે. રાકેશ રાજકોટ જવા રવાના થયા છે અને CMરૂપાણીએ આ ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે. હોસ્પિટલ પાસે ફાયર એનઓસી હતુ એટલે સેફ્ટીના સાધનોનો અભાવે દૂર્ઘટના થઈ હોય તેવુ નથી લાગતુ. યોગ્ય તપાસ બાદ ચોક્કસ દોષિતો સામે પગલા લેવાશે. તપાસ રિપોર્ટને આધારે કાર્યવાહી કરવામાં આવશે.

નોંધનીય છે કે, રાજકોટમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ICUમાં મોડી રાત્રે લાગેલી આગમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓમાંથી 5ના મોત થયા છે. કેટલાક દર્દીઓતો પોતોના બેડમાંથી ઉભા પણ થઇ શક્યા ન હતાં અને બેડ સાથે જ આગની ઝપેટમાં આવીને મોતને ભેટ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.